ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દાહોદમાં નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો

Text To Speech

દાહોદ, તા.10 જાન્યુઆરી, 2025: ACB દ્વારા લાંચીયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવતી હોવા છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા. દાહોદમાં નાયબ મામલતદાર લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો.

ફરીયાદીને  દારપણાનો દાખલાની જરૂરીયાત  હોવાથી  મામલતદાર  કચેરી  ફતેપુરા  ખાતે  ગયા હતા. દારપણાનો દાખલો  મેળવવા માટે  તેમના કાકાના  છોકરાના નામે મિલ્કત આવેલ હોવાથી તેમના નામની અરજી તૈયાર કરાવી  અરજી  માલતદાર કચેરીની  ટપાલ શાખામાં તા.૨૫/૧૦/૨૦૨૪  ના રોજ આપી હતી.  એકાદ મહીનાનો સમય થતા   દારપણાનો  દાખલો ન મળતા  તેઓ મામલતદાર  કચેરી ફતેપુરા ખાતે  ઓફિસમાં સર્કલ ઓફિસરને મળ્યા હતા. તેમણે જણાવ્યું, અરજીના  કાગળો મળતા નથી. જે  શોધી કાઢી તમને  જણાવીશ.  ત્યાર  બાદ  ફરીયાદીએ  મામલતદાર કચેરી  ફતેપુરા   ખાતે જઇ  આ કામના આરોપી સર્કલ ઓફિસરને મળતાં અરજીમા સુધારો તથા રૂ.૫૦ નો  સ્ટેમ્પ નવેસરથી કરી  રૂ.૫૦૦૦ લઇ આવવા  જણાવ્યું હતું. જે લાંચના નાણાં તેઓ આપવા માંગતા ન હોવાથી મહીસાગર એ.સી.બી.ને ફરિયાદ કરી હતી. જેના આધારે ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫,૦૦૦ની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપાયા હતા.

આરોપી:-   મંથનકુમાર જીવાભાઇ પરમાર ઉ.વ.૩૧   નાયબ  મામલતદાર, સર્કલ ઓફીસર  સુખસર  મામલતદાર કચેરી ફતેપુરા

ટ્રેપ કરનાર અધિકારી:

  • એમ.એમ.તેજોત,પો.ઈન્સ.
  • મહીસાગર એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી:

  • બી.એમ.પટેલ
  • મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ
  • એકમ ગોધરા

આ પણ વાંચોઃ HMPV ને લઈ રાજ્યમાં શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા

Back to top button