ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ઉતાર-ચઢાવ પછી બજાર તૂટ્યું; સેન્સેક્સ 241 પોઈન્ટ નીચે

Text To Speech

નવી દિલ્હી, 10 જાન્યુઆરી: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત જોવા મળ્યો છે. સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો પણ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે બંધ થયા છે. શુક્રવારે સેન્સેક્સ 241.30 (0.31%) પોઈન્ટ ઘટીને 77,378.91 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 87.71 (0.37%) ઘટીને 23,438.80 પર આવી ગયો. જોકે, નિફ્ટી આઈટી ઈન્ડેક્સે મજબૂતી બતાવી અને 3.44%ના વધારા સાથે બંધ થયો.

સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા.  બજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. શુક્રવારે સેન્સેક્સ 241.30 (0.31%) પોઈન્ટ ઘટીને 77,378.91 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 87.71 (0.37%) ઘટીને 23,438.80 પર આવી ગયો. આ સમયગાળા દરમિયાન એનટીપીસી અને એસબીઆઈના શેર ચાર ટકા સુધી તૂટ્યા હતા. IT સિવાય, તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ રંગમાં કામ કરી રહ્યા છે. ઓટો, પીએસયુ બેંક, મીડિયા, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, ફાર્મા, રિયલ્ટી ઈન્ડેક્સ 1-2 ટકાના ઘટાડા સાથે કામ કરી રહ્યા છે. TCS, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઈન્ફોસિસ, નેસ્લે ટોપ ગેનર છે

આઇટી સિવાયના તમામ ક્ષેત્રના સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી. નિફ્ટી બેંક ઇન્ડેક્સ લગભગ 1.5% ઘટીને બંધ થયો. રિયલ્ટી, ફાર્મા, PSE શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ઊર્જા, ધાતુ, ઓટો સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા.

નિફ્ટીમાં ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, એનટીપીસી અને ભારત ઇલેક્ટ્રોનિક્સ નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા શેર હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 2 ટકાના ઘટાડા સાથે બંધ થયા. આઇટી સિવાયના બધા ક્ષેત્રના સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. પીએસયુ બેંક, પાવર, રિયલ્ટી, હેલ્થકેર, પીએસયુ બેંક સૂચકાંકો 2 ટકા ઘટ્યા હતા.

આ પણ વાંચો…Pocoએ ભારતમાં તેની નવી સ્માર્ટફોન સિરીઝ કરી લૉન્ચ, કિંમત છે ખિસ્સા મુજબ

Back to top button