ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલમીડિયાસ્પોર્ટસ

Video વિરાટ કોહલી અને અનુષ્કા પહોંચ્યાં પ્રેમાનંદ મહારાજ પાસેઃ જાણો શું વાતચીત કરી?

Text To Speech

નવી દિલ્હી, 10 જાન્યુઆરી, 2025: ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને ફિલ્મ સ્ટાર અનુષ્કા શર્મા આજે વધુ એક વખત પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યાં હતાં. આ પ્રસંગનો વીડિયો સ્વયં પ્રેમાનંદ મહારાજના X હેન્ડલ પર શૅર કરવામાં આવ્યો છે. એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ ગયો છે.

વિરાટ અને અનુષ્કા મહારાજ પાસે પહોંચ્યાં ત્યારે તેમનાં બંને બાળકો વામિકા અને અહાન પણ તેમની સાથે હતાં. તાજેતરમાં જ પૂરી થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટુર્નામેન્ટમાં કોહલીનું પ્રદર્શન સારું નહોતું રહ્યું અને તેથી ક્રિકેટઘેલા લોકોમાં એવી ધારણા છે કે વિરાટ ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

આ સ્ટાર દંપતી પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યું ત્યારે સૌથી પહેલાં તેમણે દંડવત કરીને પ્રણામ કર્યા હતા. ત્યારબાદ મહારાજે બંનેના હાલ-ચાલની પૂછપરછ કરી હતી. એ સમયે અનુષ્કા મહારાજને કહે છે કે, આ પહેલાં અમે આવ્યાં ત્યારે મારા મનમાં કેટલાક પ્રશ્ન હતા. મારે એ પ્રશ્નો પૂછવા હતા, પરંતુ જે અન્ય લોકો બેઠા હતા તેમાંથી કોઈએ એ પ્રશ્ન પૂછી લીધા હતા. ત્યારબાદ મહારાજ એમ બોલતા સંભળાય છે કે, હું સાધના-ભક્તિ દ્વારા લોકોને પ્રસન્નતા આપું છું અને આ (વિરાટ તરફ ઈશારો કરીને) પોતાની રમત દ્વારા લોકોને પ્રસન્ન કરે છે.

જુઓ વીડિયો…

આ પણ વાંચોઃ મિશન ઈલોન મસ્કઃ હવે આ દેશના વડાપ્રધાનની સત્તા જોખમમાં, જાણો કારણ

આ પણ વાંચોઃ બ્રિટનની શેરીઓમાં થતી ક્રૂરતાનો મુદ્દો ભારતમાં પણ ગરમાયો, આખરે પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ્સ શું છે?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button