મિશન ઈલોન મસ્કઃ હવે આ દેશના વડાપ્રધાનની સત્તા જોખમમાં, જાણો કારણ
વૉશિંગ્ટન ડીસી, 10 જાન્યુઆરી, 2025: અમેરિકન અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્કે હવે નવું મિશન હાથમાં લીધું છે. તે હવે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની પાછળ પડી ગયા છે. વાસ્તવમાં દુનિયામાં અસ્થિરતા પેદા કરતી ડાબેરી વિચારધારાના વિરોધમાં ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયેલા એલન મસ્કે અમેરિકામાં સત્તા પરિવર્તનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવ્યા પછી એ વિચારધારાના લોકો જ્યાં જ્યાં સત્તા પર છે તેમને નિશાન બનાવી રહ્યા છે.
એ જ ક્રમમાં હાલ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્માર્ટર ઉપર ઈલોન મસ્ક અત્યંત નારાજ છે. તેનું કારણ એ છે કે, બ્રિટનમાં પાકિસ્તાનીઓની ગ્રુમિંગ ગેંગ અનેક દાયકાથી સક્રિય છે અને મૂળ બ્રિટિશ છોકરીઓ તેમજ મહિલાઓને નિશાન બનાવી, તેમના પર દુષ્કર્મો કરીને તેમને ધર્માંતર કરવા ફરજ પાડી રહી છે.
થોડા દિવસ પહેલાં આ પાકિસ્તાની ગેંગનો પર્દાફાશ થયો ત્યારે આઘાતજનક રીતે વડાપ્રધાન સ્ટાર્મરે પાકિસ્તાની ગેંગના સમર્થનમાં નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે, બ્રિટનમાં આવું કશું નથી, આ તો માત્ર અમુક મીડિયાના ગપગોળા છે.
સ્માર્ટરના આવા વલણથી મસ્ક અત્યંત વ્યથિત છે અને કહેવાય છે કે એમણે બ્રિટિશ પીએમ વિરુદ્ધ વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. સમાચાર એજન્સી રોઈટર્સનો હવાલો આપીને ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગનું સમર્થન કરનાર સ્માર્ટરને સત્તા પરથી હટાવવા માટે મસ્કે કેટલાક લોકો સાથે ગુપ્ત મીટિંગ કરીને વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યું છે.
મસ્ક છેલ્લા થોડા સમયથી પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગના મુદ્દે બ્રિટિશ વડાપ્રધાનને નિશાન બનાવી રહ્યા છે. મસ્કે જણાવ્યું હતું કે, કીર સ્માર્ટર 2008થી 2013 સુધી ડાયરેક્ટર ઑફ પબ્લિક પ્રોસિક્યુશન હતા ત્યારે પણ તેમણે બ્રિટિશ છોકરીઓ અને મહિલાઓ ઉપર દુષ્કર્મ કરનારી પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ ઉપર કોઈ પગલાં લીધા નહોતા. સ્માર્ટર એ ગ્રુમિંગ ગેંગ ઉપર કેસ ચલાવવામાં નિષ્ફળ રહ્યા હતા એટલું જ નહીં પરંતુ ક્યારેક તો એ પાકિસ્તાનીઓનો બચાવ કરતા હોય એવાં નિવેદનો પણ કરતા હતા.
આ પણ વાંચોઃ ધર્મનું કામ: અદાણી ગ્રુપ અને ઈસ્કૉન મહાકુંભમાં મહાપ્રસાદ શરુ કરશે, 50 લાખ ભક્તોને ભોજન આપશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD