ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

મહારાષ્ટ્રના પાલઘરમાં પરફ્યુમની બોટલોમાં વિસ્ફોટ, કારણ જાણીને વિશ્વાસ પણ નહીં થાય, વાંચો

Text To Speech

મુંબઈ, 10 જાન્યુઆરી: પરફ્યુમની મીઠી સુગંધ દરેકને આકર્ષે છે, પરફ્યુમમાં અનેક લોકોની અલગ અલગ પસંદગી હોય છે પરંતુ ક્યારેક આ શોખ જબરજસ્ત પણ સાબિત થઈ શકે છે. આ શોખ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલા સોપારા વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક પરિવાર માટે મોટી દુર્ઘટનાનું કારણ બની ગયો. ફ્લેટમાં પરફ્યુમની બોટલો પર એક્સપાયરી ડેટ બદલવાની કોશિશ દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં બે સગીર સહિત એક પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ફ્લેટમાં એ સમયે જોરદાર વિસ્ફોટ થયો જ્યારે કેટલાક લોકો પરફ્યુમની બોટલની એક્સપાયરી ડેટ બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આસપાસના વિસ્તારોમાં પણ સંભળાયો હતો. આ બ્લાસ્ટમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

બોટલોની અંદર કોઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને કારણે વિસ્ફોટ થઈ શકે છે, જે એક્સપાયરી ડેટ બદલાતી વખતે થયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અનેક ગુનાહિત સામગ્રી અને સાધનો જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ એક્સપાયરી ડેટ બદલવા માટે કરવામાં આવી રહ્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું હતો તે સ્પષ્ટ નથી. એક અધિકારીએ શુક્રવારે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે આ દુર્ઘટના ગુરુવાર અને શુક્રવારની રાત્રે મુંબઈની બહારના ભાગમાં નાલા સોપારામાં રોશની એપાર્ટમેન્ટના રૂમ નંબર 112માં થઈ હતી.

આ પણ વાંચો..મુંબઇનો અજીબ કિસ્સો: ચોરી કરવા આવેલા ચોરે કઈ હાથ ના લાગ્યું તો મહિલા સાથે કર્યું એવું કે ..

Back to top button