ટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં એક સામાન્ય માણસે 10 હજાર કરોડનો ખેલ પાડી દીધો, 269 બેન્કોમાં રકમ ટ્રાંસફર કરી

Text To Speech

મુંબઈ, 10. જાન્યુઆરી 2025: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક મોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જે અંતર્ગત એક સામાન્ય માણસે 10 હજાર કરોડની રકમ વિદેશ મોકલી દીધી. થાણેના રહેવાસી જિતેન્દ્ર પાંડે પર આરોપ છે કે તેણે 269 બેન્ક અકાઉન્ટ દ્વારા આ રકમને ટ્રાંસફર કરી છે. એટલું જ નહીં આ રકમ માટે તેણે 98 ડમી કંપનીઓ બનાવી, 12 પ્રાઈવેટ કંપનીઓ પણ બનાવી. આ કંપનીઓના નામ પર આ રકમ એકઠી કરી અને પછી વિદેશમાં ટ્રાંસફર કરી દીધી. આરોપીએ હોંગકોંગ, સિંગાપુર અને થાઈલેન્ડમાં આવેલ કંપનીઓના ખાતામાં આ મોટી રકમ મોકલી છે. માલ ભાડાના નામ પર આ મોટી રકમ ટ્રાંસફર કરવામાં આવી છે. આ નકલી કંપનીઓના નામ પર 269 બેન્ક ખાતા પણ ખોલાવ્યા અને પછી ફ્રોડ થયો.

હકીકતમાં જોઈએ તો, ઈડીએ 2 જાન્યુઆરીના રોજ મુંબઈ, થાણે અને વારાણસીના 11 ઠેકાણા પર રેડ પાડી હતી. આ મામલો વિદેશોમાં ગેરકાયદેસર રીતે રકમ ટ્રાંસફર કરવાનો હતો. તેની તપાસ દરમ્યાન સામે આવ્યું કે કેવી રીતે જિતેન્દ્ર પાંડે નામના શખ્સે 10 હજાર કરોડ રુપિયાનો મોટો ખેલ કરી નાખ્યો. રેડ દરમ્યાન એજન્સીએ એક કરોડ રુપિયા રોકડા અને જ્વેલરી પણ જપ્ત કરી છે. આ ઉપરાંત અમુક દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે. જેમાં મોટા પાયે અચલ સંપત્તિની જાણકારી મળી છે. હકીકતમાં જોઈએ તો, થાણે પોલીસનું કહેવું છે કે, આ લોકોએ શેલ કંપનીઓનું એક નેટવર્ક બનાવ્યું હતું અને તે્ના નામ પર જ બેન્ક ખાતા ખોલાવ્યા હતા.

બાદમાં આ બેન્ક ખાતા દ્વારા 10 હજાર કરોડથી પણ વધારેની રકમ વિદેશોમાં ટ્રાંસફર કરી દીધી. થાણે પોલીસની ઈકનોમિક ઓફિસેઝ વિંગે જિતેન્દ્ર પાંડે અને અમુક અન્ય લોકોની ધરપકડ કરી હતી. ઈડીએ અત્યાર સુધીની તપાસના આધાર પર કહ્યું કે, વિદેશોમાં માલ મોકલવા અથવા મગાવાના નામ પર આ બધો ખેલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં એ જાણકારી નથી મળી કે આ રકમ કોની છે, જે ટ્રાંસફર કરવામાં આવી છે. ઈડીના જણાવ્યા અનુસાર, જિતેન્દ્ર પાંડે અને તેના સાથીઓ અમુક ચાર્ટર્ડ અકાઉંટેંટ મદદ કરી રહ્યા હતા. હાલમાં આ મામલે તપાસ તેજ કરી દીધી છે અને આવનારા દિવસોમાં આ કેસમાં અમુક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે.

આ પણ વાંચો: આખો દિવસ પત્નીને જોઈ શું કરશો, અઠવાડીયામાં 90 કલાક કામ કરો: જાણો કોણે કહી છે આ વાત

Back to top button