અમદાવાદ: કોલ્ડપ્લે કોન્સર્ટમાં વાહન લઇને જનારા માટે ખાસ સમાચાર
- 25-26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે
- જાહેર વાહનોમાં પરિવહન કરીને આવવાનું રહેશે
- કોન્સર્ટમાં આવતા પ્રેક્ષકો માટે પાર્કિંગની વ્યવસ્થા નથી
અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટમાં વાહન લઇને જનારા માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં આવનાર માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા નથી જેમાં લોકોએ જાહેર વાહનોમાં આવવું પડશે.
જાહેર વાહનોમાં પરિવહન કરીને આવવાનું રહેશે
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. જ્યારે બુક માય શોએ જણાવ્યું હતું કે, કોલ્ડપ્લે કોન્સર્ટ નિહાળવા આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર વાહનોમાં પરિવહન કરીને આવવાનું રહેશે.
કોન્સર્ટમાં આવતા પ્રેક્ષકો માટે પાર્કિંગની વ્યવસ્થા નથી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મ્યુઝિક કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. જેને લઈને કોન્સર્ટમાં જવા ઈચ્છુકોએ બુક માય શોના માધ્યમથી ટિકિટની ખરીદી કરી છે. જ્યારે ટિકિટના વેચાણ બાદ બુક માય શો દ્વારા જણાવાયું હતું કે, કોન્સર્ટમાં આવતા પ્રેક્ષકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર વાહનનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે. જો કે, IPL સહિતની મેચમાં પાર્કિંગની વ્યવસ્થા હોય છે, પરંતુ આ કોન્સર્ટમાં પાર્કિંગ મળશે નહી.
પોલીસે જણાવ્યું હતું કે, કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો આવે છે
કોન્સર્ટને લઈને પોલીસે જણાવ્યું હતું કે, કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે પોલીસ બંદોબસ્ત મામલે આયોજકો સાથે વાત કરાઇ હતી. જ્યારે પાર્કિંગને લઈને કોઈ ચર્ચા કરાય ન હતી. જો કે, આગામી દિવસોમાં વાત થાય ત્યારે પાર્કિંગ અંગે નિર્ણય કરાશે.
આ પણ વાંચો: અમદાવાદ: ફ્લાવર-શોનો સમય લંબાવાયો, પ્રિ-વેડિંગ તથા ફિલ્મ શૂટિંગ કરી શકાશે