શપથ ગ્રહણના 10 દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે સજા રોકવાની ના પાડી
ન્યૂ યોર્ક, 10. જાન્યુઆરી 2025: અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ 20 જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ પદના શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. તો વળી બીજી તરફ હશ મની કેસમાં તેમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્ક કોર્ટના જજે એલાન કર્યું હતું કે 10 જાન્યુઆરીના રોજ હશ મની કેસમાં ટ્રમ્પની સજાની જાહેરાત થશે. ત્યાર બાદ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટથી સજાને રોકવા માટે આગ્રહ કર્યો હતો. પણ હવે સુપ્રીમ કોર્ટમાંથી તેમને ઝટકો લાગ્યો છે. કોર્ટે પણ સજાને રોકવાની ના પાડી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સજા સજા સંભળાવવાના અંતિમ સમય પહેલા બુધવારે એટલે કે 8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટને રજા રોકવાની અપીલ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની હશ મની કેસમાં સજા રોકવાની અપલીને ફગાવી દીધી છે. નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડી અદાલતની આ વાત પર વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો કે શું તે પોતાની સજા પર સ્વત: રોક લગાવવા માટે હકદાર છે, પણ જજે અરજીને 5-4થી રદ કરી દીધી છે.
શું છે હશ મની કેસ?
હશ મની કેસ વર્ષ 2016નો એક કેસ છે. જેમાં કથિત રીતે ટ્રમ્પ પર એડલ્ટ સ્ટારને પૈસા આપવાનો આરોપ છે. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીની ઠીક પહેલા એડલ્ટ સ્ટારને સંબંધો પર મૌન રહેવાનો આરોપ છે કે ટ્રમ્પે પૈસા આપ્યા. એડલ્ટ સ્ટાર સ્ટોમી ડેનિયલ્સને 1 લાખ 30 હજાર ડૉલર આપવાનો આરોપ છે. જો કે ટ્રમ્પ તમામ આરોપોને ફગાવી ચુક્યા છે.
5-4થી અપીલ રદ કરી
આ કેસને જોઈ રહેલા જજ જુઆન મર્ચને ટ્રમ્પને સજા સંભળાવવા માટે 10 જાન્યુઆરીનો દિવસ નક્કી કર્યો છે. જજે પહેલા જ સંકેત આપી દીધા હતા કે ટ્રમ્પને જેલની સજા નહીં આપવામાં આવે. સાથે જ તેમના પર દંડ અથવા પ્રોબેશન નહીં લગાવવામાં આવે.
આ પણ વાંચો: શું કેનેડાને મળશે પ્રથમ હિન્દુ પ્રધાનમંત્રી? ભારતીય મૂળના આ સાંસદે મજબૂત દાવેદારી ઠોકી