ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ફ્લાવર-શોનો સમય લંબાવાયો, પ્રિ-વેડિંગ તથા ફિલ્મ શૂટિંગ કરી શકાશે

Text To Speech
  • QR કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે
  • ફ્લાવર-શોના બે દિવસ લંબાવવામાં આવ્યા
  • ફિલ્મ શૂટિંગ માટે 1 લાખનો ચાર્જ ચૂકવવો પડશે

અમદાવાદમાં ફ્લાવર-શોનો સમય લંબાવાયો છે. જેમાં હવે પ્રિ-વેડિંગ તથા ફિલ્મ શૂટિંગ કરી શકાશે. પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર-શોનો 3 જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. 22 જાન્યુઆરી સુધી યોજાનારા ફ્લાવર-શોની મુદત વધારીને 24 જાન્યુઆરી સુધીની કરવામાં આવી છે.

ફ્લાવર-શોના બે દિવસ લંબાવવામાં આવ્યા

ફ્લાવર-શોમાં પ્રિ-વેડિંગ અને ફિલ્મ શૂટિંગ કરવા ઈચ્છતા લોકો નિયમ મુજબનો ચાર્જ ભરીને શૂટિંગ કરી શકશે. ફ્લાવર-શોમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક, સુંદરતા અને પ્રતિકૃતિને નિહાળવા માટે આવે છે. 22 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર-શોના બે દિવસ લંબાવીને 24 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. આ વખતે દેશની સંસ્કૃતિ અને વારસો, વૃદ્ધિ અને વિકાસ, ફ્લાવર વેલી સહિતના અલગ-અલગ 6 ભાગમાં વહેંચવામાં આવેલા ફ્લાવરશોમાં સ્કલપચરથી લઈને આકર્ષક પ્રતિકૃતિઓ મુલાકાતીઓને નીહાળવા મળશે.

ફિલ્મ શૂટિંગ માટે 1 લાખનો ચાર્જ ચૂકવવો પડશે

ફ્લાવર શો જોવા માટે આવતા લોકો રૂબરું અથવા QR કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. આ સાથે ફ્લાવર-શોમાં આવતા લોકો QR કોડ સ્કેન કરીને ફૂલ અને સ્કલ્પચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકશે. ફ્લાવર-શોમાં પ્રિ-વેડિંગ શૂટ કરવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં શોના અંતિમના બે દિવસમાં પ્રિ-વેડિંગ કરી શકાશે, જેમાં સવારના 7 વાગ્યાથી 9:30 સુધી પ્રિ-વેડિંગ કરી શકાશે, જેના માટે 25 હજાર ચાર્જ નક્કી કરાયો છે. જ્યારે ફિલ્મ શૂટિંગ માટે 1 લાખનો ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો: ગુજરાત: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનું જોર વધશે, જાણો કેટલુ તાપમાન રહેશે

Back to top button