ગુજરાત: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનું જોર વધશે, જાણો કેટલુ તાપમાન રહેશે
- તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાથી ઠંડીનું જોર દેખાશે
- હિમવર્ષાથી ઠંડા અને સૂકા પવનો ગુજરાત તરફ આવ્યા
- સૌથી લધુતમ તાપમાન નલિયામાં 5.6 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનું જોર વધશે તેમજ ઉત્તરાયણમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો વર્તાઈ રહ્યો છે.
હિમવર્ષાથી ઠંડા અને સૂકા પવનો ગુજરાત તરફ આવ્યા
ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે આગામી સાત દિવસ ઠંડીને લઈને આગાહી કરી છે, ત્યારે ઉત્તરાયણ દરમિયાન પણ શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી લઘુતમ 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાથી ઠંડા અને સૂકા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે.
તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાથી ઠંડીનું જોર દેખાશે
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં 1 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાથી ઠંડીમાં રાહત થશે. જ્યારે આ પછી ફરી લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાથી ઠંડીનું જોર દેખાશે.
સૌથી લધુતમ તાપમાન નલિયામાં 5.6 ડિગ્રી નોંધાયું
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લધુતમ તાપમાન નલિયામાં 5.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11, વડોદરામાં 9.2 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી તથા અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.