ટ્રેન્ડિંગનેશનલ

બાપ રે બાપ! હિમાચલમાં એક મહિલાને વીજળી વિભાગે 2,10,42,08,405નું લાઈટ બિલ પકડાવી દીધું, પરિવાર ગોથે ચડ્યો

Text To Speech

હમીરપુર, 10 જાન્યુઆરી 2025: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂના ગૃહ જિલ્લા હમીરપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા વેપારીને વીજળી વિભાગે મોટુ બિલ ફટકારી દીધું છે અને તેમાં 210 કરોડ રુપિયાની રકમ લખેલી છે. બિલ જોઈ મહિલા વેપારી થોડી વાર ચકરાવે ચડી ગઈ. જો કે બાદમાં ફરિયાદ કરતા વીજળી વિભાગે તેમાં સુધારો કરી દીધો.

પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, હમીરપુરના ઉપમંડલ ભોરંજ અંતર્ગત બેહડવી જટ્ટા ગામનો આ કિસ્સો છે. અહીં મહિલા વેપારી લલિતા ધીમાન ઈંટ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે. લલિતાને વીજળી વિભાગે 210 કરોડ રુપિયાથી પણ વધારેનું વીજળી બિલ મોકલી દીધું. આ દરમ્યાન મહિલા વેપારીએ જ્યારે 2,10,42,08,405 રુપિયાનું બિલ જોયું તો તેને ચક્કર આવી ગયા અને અબજો રુપિયાનું બિલ જોઈ લલિતા ધીમાનને મોટો ઝટકો લાગ્યો.

બેહડવી નજીક ક્રોંકીટ સીમેન્ટની ઈંટો બનાવતી લલિત ધીમાન અને તેમને દીકરો આશીષ ધીમાને જણાવ્યું કે, તેમણે જ્યારે વીજળીનું બિલ આવ્યું તો બિલ જોઈને ચોંકી ગયા. વીજળી વિભાગના કર્મચારીએ તેમને અબજો રુપિયાનું બિલ પકડાવી દીધું, જેની બાદમાં વીજળી વિભાગમાં ફરિયાદ કરી. ફરિયાદ બાદ તેમને ફક્ત 4047 રુપિયાનું બિલ જ આવ્યું. તેના વિશે વીજળી વિભાગ બોર્ડ ભોરંજના એસડીઓ અનુરાગ ચંદેલે કહ્યું કે ટેકનિકલી કારણથી આટલું બિલ આવ્યું છે. ફરિયાદ મળ્યા બાદ ઠીક કરી દીધું છે અને હવે ગ્રાહકને ખાલી 4047 રુપિયા જ ભરવાના છે. અહીં ઉલ્લેખનિય છે કે, બિલમાં દર્શાવામાં આવેલા 836 યૂનિટ કરવાની બદલામાં આ બિલ આપવામાં આવ્યું હતું.

હાલમાં તો આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમુક લોકો તો તેને વીજળી સબ્સિડી સાથે પણ જોડી રહ્યા છે. સાથે જ લોકોમાં આ બિલને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. જો કે, એતો નક્કી હતું કે ટેકનિકલ કારણોથી આ મહિલા વેપારીને આટલું બિલ આવ્યું હતું.

આ પણ વાંચો: હચમચાવી નાખતી ઘટના: મેરઠમાં એક જ પરિવારના 5 લોકોના ગળા વાઢી નાખ્યા, ઘરમાંથી મળ્યા મૃતદેહ

Back to top button