હચમચાવી નાખતી ઘટના: મેરઠમાં એક જ પરિવારના 5 લોકોના ગળા વાઢી નાખ્યા, ઘરમાંથી મળ્યા મૃતદેહ
મેરઠ,10. જાન્યુઆરી 2025: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી સમગ્ર પંથકમાં હડકંચ મચી ગયો છે. લિસાડી ગેટ વિસ્તારના સોહેલ ગાર્ડનમાં શુક્રવારે એક ઘરમાંથી પતિ, પત્ની અને તેની ત્રણ દીકરીઓની લાશ મળી છે.
મૃતકની ઓળખાણ મોઈન, પત્ની અસમા અને તેની ત્રણ દીકરી અફ્સા (8), અઝીઝા (4) અને અદીબા (1) સામેલ છે. જાણકારી અનુસાર, મોઈન કડીયાકામ કરતો હતો. પાડોશીએ જણાવ્યું કે, ઘરના મુખ્ય ગેટ પર તાળા લાગેલા હતા અને અંદર કોઈ પણ પ્રકારની હલચલ નહોતી થતી.
શંકા જતા પોલીસને સૂચના આપી તો દરવાજો તોડીને અંદર જોયું. પોલીસને મોઈન અને અસમાની લાશ જમીન પર પડેલી જોવા મળી, જ્યારે ત્રણ બાળકોની લાશ બેડના બોક્સમાંથી મળી. પોલીસને એક વર્ષની બાળકીની લાશ બોરીમાંથી મળી. તેની પણ હત્યા કરીને લાશ બોક્સમાં છુપાવી દીધી હતી. કહેવાય છે કે પરિવાર બુધવાર સાંજથી ગુમ હતો અને કોઈએ તેમના જોયા નહોતા. ગુરુવારે તેમની તમામની લાશ ઘરમાંથી મળી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દીધી અને આ મામલે આગળ તપાસ શરુ કરી દીધી. આ મામલાને લઈને મેરઠના એસએસપી વિપિન તાડાએ કહ્યું કે, લિસાડી ગેટ વિસ્તારમાં આવેલા એક ઘરમાં પાંચ લોકોની લાશ મળી છે. તેમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો સામેલ છે.
આ પણ વાંચો: શું કેનેડાને મળશે પ્રથમ હિન્દુ પ્રધાનમંત્રી? ભારતીય મૂળના આ સાંસદે મજબૂત દાવેદારી ઠોકી