ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું કેનેડાને મળશે પ્રથમ હિન્દુ પ્રધાનમંત્રી? ભારતીય મૂળના આ સાંસદે મજબૂત દાવેદારી ઠોકી

Text To Speech

નવી દિલ્હી,10. જાન્યુઆરી 2025: જસ્ટિન ટ્રુડોની વિદાયની વચ્ચે શું કેનેડાને આગામી ચૂંટણી બાદ પ્રથમ હિન્દુ પ્રધાનમંત્રી મળશે? આ સવાલ એટલા માટે થાય છે કેમ કે કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યે પ્રધાનમંત્રી ચૂંટણી લડવા માટેની તૈયારી કરી લીધી છે.

ચંદ્ર આર્ય હાલમાં કેનેડાના એક વિસ્તારના સાંસદ છે. ચંદ્ર આર્યની દાવેદારીએ તમામને ચોંકાવી દીધા છે. કારણ કે 1867થી લઈને અત્યાર સુધી કેનેડામાં 23 પ્રધાનમંત્રી બદલાઈ ચુક્યા છે.પણ કોઈ પણ હિન્દુ, શીખ અથવા મુસ્લિમ શખ્સ આજ સુધી કેનેડાના પીએમ બની શક્યા નથી.

ચંદ્ર આર્યે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને કહ્યું કે, હું કેનેડાના આગામી પ્રધાનમંત્રી બનવા માટે ચૂંટણી લડી રહ્યો છું, જેથી આપણા દેશનું પુનનિર્માણ કરી શકાય અને આવનારી પેઢીઓ માટે સમૃદ્ધિની ખાતરી કરી શકાય. હું એવી સરકારના નેતૃત્વ માટે તૈયાર છું. આપણે કેટલીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. એવી સમસ્યાઓ જે પેઢીઓથી નથી દેખાઈ. તેને હલ કરવા માટે અઘરા વિકલ્પોની જરુર હશે.

આગામી પાર્ટી મને ચૂંટશે તો…
ચંદ્ર આર્યે આગળ કહ્યું કે, મેં હંમેશા કેનેડાવાસીઓ માટે સૌથી સારુ કામ કરવા માટે આકરી મહેનત કરી છે. આપણા બાળકો અને પૌત્ર-પૌત્રીઓની ખાતર, આપણે આવા ઐતિહાસક નિર્ણયો લેવા જોઈએ, જે જરુરી છે. જો મને લિબરલ પાર્ટીના આગામી નેતા ચૂંટવામાં આવશે તો હું આવું કરવા માટે મારુ જ્ઞાન અને વિશેષજ્ઞતા આપી શકુ છું.

મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે યુવાનો

ભવિષ્યના પડકારો વિશે વાત કરતા ચંદ્ર આર્યે કહ્યું કે, સાચા અર્થમાં આપણી સામે એક તોફાન છે. કેનેડાના કેટલાય લોકો અને ખાસ કરીને યુવાન પેઢી સામર્થ્યથી સંબંધિત તકલીફોનો સામનો કરી રહ્યા છે. કામકાજી મધ્યવર્ગ આજે સંઘર્ષ કરી રહ્યો છે. કેટલીય પરિવાર ગરીબીના કારણે પછાત રહી ગયા. કેનેડાને એવા નેતૃત્વની જરુર છે. જે મોટા નિર્ણય લેવાથી ડરે નહીં. એવા નિર્ણય જે આપણી અર્થવ્યવસ્થાને ફરીથી ઊભી કરી શકે. જેનાથી કેનેડાના લોકો માટે સમાન અવસરો ઊભા થઈ શકે. આપણા બાળકો માટે સમૃદ્ધિ લાવે. સાહસિક રાજરીય નિર્ણય વૈકલ્પિક નહીં, આ જરુરી છે.

Back to top button