ગુજરાતમાં 80 વર્ષના વૃદ્ધ સહિત HMPV વાયરસના વધુ ત્રણ કેસ થયાં
- અમદાવાદના વસ્ત્રાપુર તથા હિંમતનગર પંથકના બાળક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- અગાઉ પણ એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
અમદાવાદ, 9 જાન્યુઆરી : રાજ્યભરમાં HMPV વાયરસના કુલ ત્રણ કેસ થયાં છે. જેમાં અગાઉ એક બાળક સિવાય 80 વર્ષના વૃદ્ધ અને અન્ય હિંમતનગરના એક બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે રાજ્યસરકાર સતર્ક બન્યું છે.
વસ્ત્રાપુરના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અગાઉ અમદાવાદમાં HMPV વાયરસનો એક કેસ સામે આવ્યા બાદ હવે વધુ એક કેસ નોંધાયો છે. શહેરના વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવતાં તેેેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં HMPV વાયરસનો આ ત્રીજો કેસ છે. 80 વર્ષીય વૃદ્ધ દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. વૃદ્ધને અસ્થમાની બીમારી ધરાવતા દર્દીનો HMPV કેસ પોઝિટિવ આવ્યો છે.
હિંમતનગરમાં 8 વર્ષનું બાળક HMPV પોઝિટિવ આવ્યું
અગાઉ અમદાવાદ શહેરમાં HMPVનો શંકાસ્પદ કેસ નોંધાયા બાદ રાજ્ય સરકારે વાયરસને લઈને એડવાઇઝરી જાહેર કરી હતી. ત્યારે ગુજરાતમાં અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાં HMPVનો બીજો કેસ સામે આવ્યો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હાલ ICUમાં રાખવામાં આવ્યો છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
આ પણ વાંચો :- એક્સઆર ક્રિએટર હેકાથોન ગુજરાત મીટઅપને મળ્યો મોટો પ્રતિસાદ