અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

અમદાવાદમાં જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદ, 10 જાન્યુઆરી, 2025: જૈન સાહિત્ય સર્જકો તથા પ્રશિષ્ટ જૈન કૃતિઓ વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. ‘શબ્દસંપદા’ નામે આ વ્યાખ્યાન શહેરની સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ઓમ કૉમ્યુનિકેશનના નેજા હેઠળ આ રવિવારે યોજાશે.

આગામી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫, રવિવારે સવારે ૧૦-૦૦ વાગ્યે, શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કરૂણા અભિયાન: દોરીથી ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની પહેલ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્ય સર્જક ‘વાચક દયાસાગર‘ વિશે પ્રો. નિસર્ગ આહીર અને જૈન સાહિત્યગ્રંથ ‘મદનરાજર્ષિ ચતુષ્પદી‘ વિશે પ્રો. રમજાન હસણિયા વક્તવ્ય આપશે. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.

શબ્દસંપદા - HDNews
શબ્દસંપદા – HDNews

સાહિત્ય ક્ષેત્રે સામાન્ય રીતે મધ્યયુગ નરસિંહ મહેતાથી શરૂ થાય છે પણ એ પહેલાનો પ્રાગ નરસિંહયુગ અથવા હેમયુગ છે. એ યુગના ગુજરાતી જૈન સાહિત્ય સર્જકોએ વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કરેલું છે. એ સર્જકોનો પરિચય થાય અને એમની કૃતિઓ પર તમામ ગુજરાતી ભાષાના ભાવકોની વિશેષ દ્રષ્ટિ પડે એ હેતુથી ‘શબ્દસંપદા’ શીર્ષકથી સાહિત્યિક કાર્યક્રમનું આયોજન થાય છે.

માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ ઓમ કોમ્યુનિકેશન સંસ્થાનો મુખ્ય હેતુ છે.

આજની નહીં પણ આવતા વીસ વર્ષ પછીની યુવાપેઢીને આપણી ભાષાના સાહિત્યસર્જકોનો પરિચય થાય અને સર્જકોએ રચેલા સાહિત્ય પર યુવાપેઢીની વિશેષ દ્રષ્ટિ પડે એ હેતુથી ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજન થયેલા તમામ સાહિત્યિક કાર્યક્રમો યુટ્યૂબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ 76મો ગણતંત્ર દિવસ: કર્તવ્ય પથ પર 10 હજાર વિશેષ અતિથિઓ હાજર રહેશે, ગામડાના સરપંચોને ખાસ બોલાવશે

આ પણ વાંચોઃ કરૂણા અભિયાન: દોરીથી ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની પહેલ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button