ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

10 દિવસમાં ત્રીજી વખત ગુજરાતની મુલાકાતે અરવિંદ કેજરીવાલ, જાણો સમગ્ર કાર્યક્રમ

Text To Speech

રાજ્યમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. દિગ્ગજ અને કેન્દ્રીય નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી ગયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરીવાર આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે બે વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે. કેજરીવાલ અમદાવાદમાં સભા યોજશે.

કેજરીવાલ બપોરે 2 વાગે એરપોર્ટ પહોંચશે 

અરવિંદ કેજરીવાલ 10 ઓગસ્ટ બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. આ પછી બપોરે 3 વાગ્યે, અરવિંદ કેજરીવાલ વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્થિત શક્તિ કન્વેન્શન સેન્ટર હોલમાં ટાઉન હોલ કાર્યક્રમમાં મહિલાઓ માટે મહત્વની ગેરંટી જાહેર કરશે. આ ટાઉનહોલ કાર્યક્રમ પછી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરશે અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ રાત્રે 9 વાગ્યે અમદાવાદથી નીકળીને દિલ્હી જવા રવાના થશે.

ભાજપના ચીલે જ મતદારોને રીઝવી રહ્યું છે AAP

નોધનીય બાબત છે કે આપ પાર્ટી પણ ભાજપની રમત રમી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે ગુજરાત મોડેલથી વાહવાહી મેળવી હતી તેમ આપ પણ દિલ્હી મોડલની વાહવાહી કરી જનતાને લોભાવી રહ્યું છે. અગાઉ કેજરીવાલએ ગુજરાતની જનતાને દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપી છે, તો યુવાનોને રોજગારની ગેરંટી આપી છે. સાથે જ વેપારીઓને વાયદાઓ આપીને મહત્વની ઘોષણા જાહેર કરી હતી.

Back to top button