ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફ્રાન્સ જેવો જ કિસ્સો ઉત્તરપ્રદેશમાં બન્યોઃ પત્ની પર અન્ય લોકો દ્વારા દુષ્કર્મ કરાવી પૈસા લે છે આ પતિ

લખનઉ, 9 જાન્યુઆરી, 2025: ફ્રાન્સ જેવો જ અત્યંત ઘૃણાસ્પદ કિસ્સો ઉત્તરપ્રદેશમાં બન્યો છે, જ્યાં એક પતિ તેની પત્ની ઉપર અન્ય લોકો દ્વારા દુષ્કર્મ કરાવે છે એટલું જ નહીં પરંતુ એ માટે એ લોકો પાસેથી પૈસા પણ લે છે. એનાથી પણ વધારે ઘૃણાસ્પદ બાબત એ જાણવા મળી છે કે, સાઉદી અરેબિયમાં રહેતો આ પતિ ઉત્તરપ્રદેશમાં તેની પત્ની ઉપર અન્ય લોકો દુષ્કર્મ કરે ત્યારે તેનો લાઈવ વીડિયો પણ જુવે છે! જોકે, હવે કંટાળેલી પત્નીએ પોલીસ ફરિયાદ કરી દીધી છે અને કેસની તપાસ શરૂ થઈ ગઈ છે.

ફ્રાન્સના એ કિસ્સા વિશે અહીં વાંચોઃ રાક્ષસ કરતાં ખતરનાક વૃત્તિ વાળો આ પતિ તેની પત્ની ઉપર બીજા લોકો દ્વારા દુષ્કર્મ કરાવતો હતો

મળતા અહેવાલ મુજબ, ઉત્તરપ્રદેશના બુલંદશહેરની એક મહિલા તેના પતિ અને તેના મિત્રોની ક્રૂરતાનો ભોગ બની છે. પતિ તેની પત્ની પર તેના મિત્રો દ્વારા દુષ્કર્મ કરાવતો હતો અને બદલામાં તેમની પાસેથી પૈસા પડાવતો હતો. મહિલાએ પોલીસને કરેલી ફરિયાદમાં પોતાની સાથે થયેલી દુર્ઘટના વર્ણવી અને ન્યાય માટે વિનંતી કરી. પોલીસે મહિલાને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. પોલીસે આ બાબતની પુષ્ટિ કરી અને કહ્યું કે આ કેસ 3 વર્ષ જૂનો છે. મહિલાએ તેના પતિ પર તેના મિત્રોને સોંપવાનો અને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે, અમે સંપૂર્ણ તપાસ કરીશું અને બંને પક્ષોને સાંભળ્યા પછી જ આગળની કાર્યવાહી કરીશું.

આ ઘૃણાસ્પદ કેસ અંગે પોલીસને આપેલી ફરિયાદમાં મહિલાએ કહ્યું કે તે 35 વર્ષની છે. તેમને 4 બાળકો છે. વર્ષ 2010માં તેના લગ્ન બુલંદશહરના ગુલાવતીના એક પુરુષ સાથે થયા હતા. પતિ સાઉદી અરેબિયામાં રહે છે અને ત્યાં મિકેનિક છે. તે વર્ષમાં ફક્ત એક કે બે વાર ઘરે આવે છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે ચાર બાળકો હોવા છતાં, તે એક મહિનાની ગર્ભવતી છે કારણ કે તેના પતિના મિત્રો તેના પર બળાત્કાર કરે છે અને તેનો પતિ સાઉદી અરેબિયાથી આ લાઈવ જુએ છે. પૈસાના બદલામાં, તેના પતિએ તેણીને તેના મિત્રોને સોંપી દીધી અને તેઓ છેલ્લા 3 વર્ષથી તેના પર બળાત્કાર કરી રહ્યા છે.

મહિલાએ જણાવ્યું કે, છૂટાછેડાના ડરથી અને બાળકોના ભલા માટે તે અત્યાર સુધી ચૂપ રહી પરંતુ હવે તે કંટાળી ગઈ છે તેથી  પોલીસની મદદ માંગી અને તેમને આ ગૂંગળામણભર્યા જીવનમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા તેનો પતિ બે મિત્રો સાથે ઘરે આવ્યો હતો અને તેણે તેને તેમના હવાલે કરી દીધી હતી. તે પૈસા લઈને ચાલ્યો ગયો અને બંનેએ તેની સાથે દષ્કર્મ કર્યું. તે બંને બુલંદશહેરના રહેવાસી છે અને પતિ હવે વિદેશમાં છે, છતાં તે ઘરે આવીને તેની સાથે દુષ્કર્મ કરે છે. એટલું જ નહીં પરંતુ એ સમયે પતિને લાઈવ વીડિયો બતાવતા હતા અને જો હું વિરોધ કરું તો તેઓ મને માર મારતા હતા.

મહિલાનું કહેવું છે કે તેણે તેના પતિ સમક્ષ આ બાબતે બહુ વિરોધ નોંધાવ્યો ત્યારે ત્યારે તેણે તેણીને ચૂપ રહેવા કહ્યું કારણ કે બંને પુરુષો તેણીની મંજૂરીના બદલામાં તેના પતિને પૈસા આપી રહ્યા હતા. પતિએ ધમકી આપી હતી કે જો તેણી કોઈ પગલું ભરશે તો તે છૂટાછેડા લઈ લેશે. પરંતુ હવે કંટાળીને મહિલાએ તેનાં માતા-પિતા સાથે બુલંદશહેરના એસપીને મળીને ફરિયાદ નોંધાવી અને ન્યાયની માંગ કરી છે.

આ પણ વાંચોઃ પિતા ફિલ્મ સ્ટાર અને સંસદસભ્ય છે, પણ દીકરીએ અપનાવી સૈન્યની સુપરસ્ટાર કારકિર્દી

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button