કર્ણાટક: નશાના રવાડે ચડેલા 3 કેદીઓ કેકમાં નાખવાનું એસેંસ પી ગયા, ત્રણેયની હાલત ખરાબ થઈ ગઈ


મૈસૂર, 09 જાન્યુઆરી 2025: નશાના રવાડે ચડેલા 3 કેદીઓ કેકમાં નાખવાનું એસેંસ પી ગયા, ત્રણેયની હાલત ખરાબ થઈ ગઈ હતી. કર્ણાટકની મૈસૂર જેલમાં ત્રણ કેદીઓનું કેક બનાવનારા ફુડ એસેંસ પીવાથી મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણકારી પોલીસ અધિકારીએ આપી છે. એસેંસ પીવાના કારણે જેલમાં સતાગહલ્લીના રહેવાસી મદેશનું મંગળવાર રાતે મૃત્યુ થઈ ગયું, તો વળી ચામરાજનગરના રહેવાસી નાગરાજ અને રમેશનું બુધવારે મૃત્યુ થઈ ગયું.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ત્રણેયે 28 ડિસેમ્બરના રોજ એસેંસનું સેવન કર્યું હતું, જે બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. હાલત બગડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. જ્યાં આ ત્રણેયનું મૃત્યુ થઈ ગયું.
સૂત્રોએ જણાવ્યું કે, નવા વર્ષના અવસર પર કેક બનાવવા માટે અસેંસ લાવ્યા હતા. બેકરી વિભાગમાં કામ કરનારા આ ત્રણ લોકો કદાચ તેને નશો સમજીને પી ગયા. જેનાથી તેમની હાલત ખરાબ થઈ ગઈ અને સારવાર દરમ્યાન મૃત્યુ થઈ ગયું.
કહેવાય છે કે એસેંસ પીધા બાદ ત્રણેયને પેટમાં દુખાવો શરુ થયો, જે બાદ જેલની હોસ્પિટલમાં તેમને દાખલ કર્યા. જ્યાં તેમની હાલતમાં કોઈ સુધારો ન થયો તો પછી ત્રણેયને કેઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થઈ ગયું.
આ પણ વાંચો: આ તારીખથી રાજસ્થાનના 45000 ગામડા બંધ રહેશે, કોઈને પણ બહાર નીકળવા દેશે નહીં