OnePlus 13 સિરીઝ ભારતમાં થયો લોન્ચ, મળશે 180 દિવસનો રિપ્લેસમેન્ટ પ્લાન, જાણો કિંમત અને ફીચર્સ વિશે
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: OnePlus એ ભારતીય બજારમાં તેના નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ OnePlus 13 અને OnePlus 13R લોન્ચ કર્યા છે, બંને ઉપકરણો ઘણી વિશેષ સુવિધાઓ સાથે આવે છે. OnePlus 13 સિરીઝ એ ભારતમાં પહેલું ઉપકરણ છે જે Jio 5.5G નેટવર્ક સાથે આવે છે. જે પાવરફુલ ફીચર્સ સાથે આવે છે. બંને ફોનમાં 6000mAhની બેટરી છે. તે બંને ફ્લેગશિપ પ્રોસેસર્સ સાથે આવે છે. OnePlus 13 સિરીઝનું ભારતમાં વેચાણ 10 જાન્યુઆરીથી શરૂ થશે. ગ્રાહકો તેને ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન અને વનપ્લસ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પરથી ખરીદી શકે છે.
બંને સ્માર્ટફોન કંપનીની સત્તાવાર વેબસાઇટ અને એમેઝોન પર ઉપલબ્ધ હશે. OnePlus 13માં Snapdragon 8 Elite પ્રોસેસર છે, જ્યારે OnePlus 13Rમાં Snapdragon 8 Gen 3 પ્રોસેસર છે. OnePlus 13માં 6.82-inch LTPO AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 50MP મુખ્ય લેન્સ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે.
OnePlus 13 ત્રણ કલર વેરિઅન્ટમાં આવે છે. જ્યારે OnePlus 13R બે કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. કંપનીએ બંને સ્માર્ટફોનમાં 4 વર્ષ એન્ડ્રોઇડ અને 6 વર્ષનાં સિક્યોરિટી અપડેટ્સનો દાવો કર્યો છે. બંને ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત છે.
જાણો કિંમત વિશે?
OnePlus 13 ભારતમાં 69,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. ICICI બેંક કાર્ડ પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. 16GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 76,999 રૂપિયા છે અને 24GB RAM + 1TB સ્ટોરેજની કિંમત 89,999 રૂપિયા છે. જ્યારે કંપનીએ OnePlus 13R ની શરૂઆતી કિંમત 42,999 રૂપિયામાં લોન્ચ કરી છે. આ કિંમત 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. 16GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે. આના પર 3000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. તેનું વેચાણ 13 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે OnePlus 13નું વેચાણ 10 જાન્યુઆરીથી શરૂ થશે.
જાણો શાનદાર ફીચર્સ વિશે?
ફોનમાં 50MP ટેલિસ્કોપ અને 50MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ પણ છે. ફ્રન્ટમાં, કંપનીએ 32MP સેલ્ફી કેમેરો આપ્યો છે. સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન 6000mAh બેટરી સાથે આવે છે અને તેમાં 100W ચાર્જિંગ છે. ફોન Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર પર કામ કરે છે. ઓપ્ટિક્સની વાત કરીએ તો 50MPનો મુખ્ય લેન્સ આપવામાં આવ્યો છે. આ સિવાય 50MP ટેલિફોટો લેન્સ અને 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં 16MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ટોન ડાઉન વર્ઝન વિશે વાત કરીએ તો, OnePlus 13Rમાં 6.78-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Android 15 પર આધારિત Oxygen OS પર કામ કરે છે.
આ પણ વાંચો…મુંબઇનો અજીબ કિસ્સો: ચોરી કરવા આવેલા ચોરે કઈ હાથ ના લાગ્યું તો મહિલા સાથે કર્યું એવું કે ..