કેજરીવાલની મોટી રાજનીતિ; ભાજપ સાથે જોડાયેલા સાધુ-સંતો સહિત 100 લોકો આપમાં જોડાયા
નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2025 : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સનાતનના નામે મોટો રાજકીય દાવ રમ્યા છે. ભાજપની મંદિર સમિતિ સાથે સંકળાયેલા સેંકડો લોકોને બરાબર ચૂંટણી પહેલાં જ તેમના પક્ષમાં સામેલ કરી દીધા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. હવે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)એ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો આપ્યો છે. ભાજપ મંદિર સેલના ઘણા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બુધવારે આમ આદમી પાર્ટી તેની નવી પાંખ ‘સનાતન સેવા સમિતિ’ની જાહેરાત કરવા જઈ રહી છે. આ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સિવાય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર છે. મંદિર સેલના ઘણા સભ્યોના AAPમાં જોડાવાને ભાજપમાં મોટો ભંગ માનવામાં આવી રહ્યો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
તાજેતરમાં જ દિલ્હીના સીએમ આતિશીએ પૂજારી-ગ્રંથી સન્માન યોજનાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત AAPની સરકાર બન્યા બાદ પૂજારીઓને દર મહિને 18 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને દિલ્હીના પૂજારીઓએ આવકાર્યો હતો. આ યોજના માટે કેજરીવાલનો આભાર માન્યો હતો. બુધવારે જિતેન્દ્ર શર્મા, વિજય શર્મા, મનીષ ગુપ્તા, બ્રજેશ શર્મા, દુષ્યંત શર્મા અને બીજેપી મંદિર સેલના ઉદયકાંત ઝા AAPમાં જોડાયા છે.
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે કહ્યું કે મંદિર સેલ bJP દ્વારા બનાવવામાં આવ્યું છે. પરંતુ વચનો આપવા સિવાય કશું કર્યું નથી. દિલ્હીમાં આમ આદમીની સરકાર બન્યા પછી શિક્ષણ અને આરોગ્યની ક્રાંતિ શરૂ થઈ. આજે તેમને એવા લોકોની સેવા કરવાની તક મળી છે જેઓ સનાતન ધર્મ માટે કામ કરી રહ્યા છે. અમે આ માટે ભગવાનનો આભાર માનીએ છીએ. અમે જે કહ્યું તે અમે ચોક્કસપણે પૂર્ણ કર્યું. કેજરીવાલે કહ્યું કે, ‘રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાયે’ આ જ રીતે આપણા વચન નિભાવીશું.
આ પણ વાંચો : આસામના ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટે ભારતીય નૌકાદળની ટીમ તૈનાત