કુંભ રાશિમાં 30 વર્ષ બાદ બનશે ધનાઢ્ય યોગ, શનિ-શુક્રની યુતિથી 3 રાશિઓ પર ધનવર્ષા
- કુંભ રાશિમાં 30 વર્ષ બાદ આ બંને ગ્રહો પ્રવેશતા ધનાઢ્ય યોગ શરૂ થયો છે. બંને ગ્રહોના સંયોગને કારણે 3 રાશિના લોકોની પરેશાનીઓ ઓછી થવા લાગશે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે બે ગ્રહો એક સાથે એક રાશિમાં પહોંચે છે ત્યારે ગ્રહોની યુતિ થાય છે. આ યુતિના પ્રભાવથી સમગ્ર રાશિચક્ર પ્રભાવિત થાય છે, જેના કારણે લોકોના જીવનમાં કેટલાક ફેરફારો જોવા મળે છે. આ શ્રેણીમાં હવે શનિ અને શુક્ર જેવા શક્તિશાળી ગ્રહો કુંભ રાશિમાં પ્રવેશી ચૂક્યા છે. કુંભ રાશિમાં 30 વર્ષ બાદ આ બંને ગ્રહો પ્રવેશતા ધનાઢ્ય યોગ શરૂ થયો છે. બંને ગ્રહોના સંયોગને કારણે 3 રાશિના લોકોની પરેશાનીઓ ઓછી થવા લાગશે.
શનિ-શુક્ર યુતિનો રાશિઓ પર પ્રભાવ
મકર (ખ,જ)
મકર રાશિના લોકોના જીવનમાં શનિ-શુક્રની યુતિની શુભ અસર જોવા મળશે. આ લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. તેમજ વેપારમાં આવક વધવાથી મન પ્રસન્ન રહેશે. નોકરિયાત લોકોને તેમના કાર્યસ્થળે માન-સન્માન મળશે. પ્રમોશન પણ શક્ય છે.
તુલા (ર,ત)
તુલા રાશિના લોકો માટે શનિ અને શુક્રની યુતિ ઘણા ફાયદાઓ આપનાર છે. જો આ લોકોનો કોઈ પ્રેમ સંબંધ હોય તો તે લગ્નમાં ફેરવાઈ જાય છે. રાજકારણમાં કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે. વ્યવસાયમાં વિસ્તરણ અને કળા સંબંધિત ક્ષેત્રમાં ખ્યાતિ મળવાની પ્રબળ સંભાવના છે.
મેષ (અ,લ,ઈ)
મેષ રાશિના લોકો માટે શનિ અને શુક્રનું એકસાથે આવવું ફાયદાકારક રહેશે. આ લોકોના જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગી દૂર થશે. તેમજ ધંધામાં અચાનક આર્થિક લાભ થવાથી મન પ્રસન્ન અને સકારાત્મક રહેશે. પૈતૃક સંપત્તિ અને જૂના રોકાણોથી આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે.
આ પણ વાંચોઃ ચંદ્રની આ ભૂલના કારણે પૃથ્વી પર ભરાય છે મહાકુંભ, વાંચો રોચક કહાની
આ પણ વાંચોઃ મહાકુંભનો અમૃત કુંભ સાથે શું છે સંબંધ? જાણો શું છે પૌરાણિક કથા?