ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

તારક મહેતાના’ સોઢીની તબિયત લથડી, ચહેરો ઓળખાય તેવા પણ રહ્યા નથી, જુઓ વીડિયો

Text To Speech

મુંબઈ, ૮ જાન્યુઆરી: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો રોશન સિંહ સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ગયા વર્ષે ગુમ થવાના સમાચારને કારણે ચર્ચામાં હતા. જોકે બાદમાં તે સુરક્ષિત ઘરે પરત ફર્યા હતા. તો હવે ગુરુચરણને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતાની તબિયત ખૂબ જ બગડી છે, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાંથી તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમની હાલત જોઈને ચાહકો પરેશાન છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ કેટલાય વર્ષોથી લોકોને ભરપુર મનોરંજન આપી રહી છે. આ શોમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા, પરંતુ તેણે લોકોના દિલમાં જગ્યા બનાવી છે અને લોકો તેને આજે પણ આ જ નામથી ઓળખે છે. તેમાંથી એક ગુરુચરણ સિંહ છે જેમણે રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી હતી. ગુરુચરણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેની તબિયત ખરાબ છે અને તે હોસ્પિટલમાં દાખલ છે.

ગુરુચરણ સિંહનો આ વીડિયો જોઈને ચાહકોમાં દુ:ખની લાગણી જોવા મળી રહી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર હોસ્પિટલના બેડ પરથી વીડિયો શેર કર્યો છે. જેમાં તેમના હાથમાં ડ્રિપ લાગેલી જોવા મળે છે. જોકે તેમણે વીડિયોમાં કહ્યું નથી કે તેમને શું થયું છે. વીડિયોમાં ગુરુચરણ હોસ્પિટલમાં છે અને બેડ પર સૂતા જોવા મળી રહ્યા છે. તેમના હાથમાં વિગો જોવા મળે છે. આ વીડિયોમાં તે ખૂબ જ કમજોર દેખાઈ રહ્યા છે.

ગુરુચરણે વીડિયોમાં ચાહકોને ગુરુ ગોવિંદ સિંહ જયંતીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, ‘મારી હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. હાલત જુઓ, ચલો રબ રખા.” તેમણે એમ પણ કહ્યું કે, “ટૂંક સમયમાં મારા ચાહકોને કહીશ કે મને શું થયું છે. અને ચાહકોને ગુરુ પુરબની શુભેચ્છાઓ આપવામાં કેમ વિલંબ શું કામ કરવો.”

આ પણ વાંચો…વડોદરાના યુવકે ચશ્મામાં લાગેલા ખુકિયા કેમેરાથી રામ મંદિરમાં ફોટો પાડ્યો, સુરક્ષાકર્મીઓએ કરી ધરપકડ

Back to top button