સાઉથ સ્ટાર અજીત કુમારનો દુબઈમાં અકસ્માત, રેસિંગ ટ્રેક પર 180ની સ્પીડથી કાર બેરિયર સાથે અથડાઈ, જુઓ વીડિયો
દુબઈ, ૮ જાન્યુઆરી: તમિલ અભિનેતા અજિત કુમાર ભયાનક અકસ્માતનો શિકાર બન્યો હતો. અભિનેતા દુબઈ 24 કલાકની રેસમાં ભાગ લેવા માટે દુબઈમાં છે. દરમિયાન મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન તેણે પોતાની કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો હતો. અજિત કુમારની કાર ક્રેશનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેતાના કાર અકસ્માતનો વીડિયો શેર કર્યો છે. આ અકસ્માતમાં અભિનેતાની કારના ટુકડા થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Ajith Kumar’s massive crash in practise, but he walks away unscathed.
Another day in the office … that’s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0— Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025
અજીત કુમાર 24H દુબઈ 2025 કાર રેસિંગમાં ભાગ લેવા માટે તૈયાર હતા. રેસ પહેલા અભિનેતાએ રેસ ટ્રેક પર પ્રેક્ટિસ પણ કરી હતી. અગાઉના દિવસે, અભિનેતાની ટીમે શેર કર્યું હતું કે તે આજથી દુબઈમાં તેના પ્રેક્ટિસ સત્રો શરૂ કરશે. જોકે, આ પ્રેક્ટિસ સેશન તેના માટે ઘાતક સાબિત થયું. અભિનેતાને સમયસર કારમાંથી બચાવી લેવામાં આવ્યો હતો અને તેને મોટા જોખમમાંથી બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો.
અજીતની પોર્શ કાર 180 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી અને બેરિયર સાથે અથડાઈ હતી. અજીત કુમાર એકદમ સ્વસ્થ છે અને તેમને કોઈ ઈજા નથી. પરંતુ અકસ્માતનો જે વિડિયો સામે આવ્યો છે તે જોઈને ચાહકોમાં હાશકારો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અજિથ કુમાર પોર્શે કાર ચલાવતો જોવા મળે છે. આ રેસ માટે 53 વર્ષીય અભિનેતા 6 કલાકની રેસિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જ્યારે પ્રેક્ટિસ સેશન સમાપ્ત થવાનું હતું, ત્યારે તેની કાર બેરિયર સાથે અથડાઈ હતી. અજીતની પોર્શ કાર અચાનક કાબૂ ગુમાવી બેઠી અને સાત-આઠ વાર ટ્રેક પર ઘૂમી ગઈ. આ પછી તે બેરિયર સાથે અથડાઈ. અજીત કુમારને તરત જ કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો..દિગ્ગજ રંગમંચ કલાકાર અને NSD ગોલ્ડ મેડલિસ્ટ આલોક ચેટર્જીનું નિધન