સના ખાન બીજીવાર માતા બની, દીકરાને જન્મ આપ્યો; અરબાઝ ખાનની પત્નીએ આપ્યા અભિનંદન


મુંબઈ, 7 જાન્યુઆરી 2025 : શોબિઝને અલવિદા કહી ચૂકેલી સના ખાનના ચાહકો માટે એક સારા સમાચાર છે. સના બીજી વખત માતા બની છે. સના અને તેના પતિ અનસ સઈદે પુત્રનું સ્વાગત કર્યું છે. સનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો સાથે તેના પુત્રના જન્મની માહિતી શેર કરી છે. સનાના માતા બનવાના સમાચાર સામે આવતા જ ફેન્સ અને સ્ટાર્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.
View this post on Instagram
વીડિયો દ્વારા જાણકારી શેર કરવામાં આવી
સના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ખુશખબર આપી છે. આ વીડિયોની સાથે તેણે લખ્યું કે, ‘અલ્લાહ તાલાએ નસીબમાં બધું લખ્યું છે, જ્યારે સમય આવે છે ત્યારે અલ્લાહ આપે છે અને જ્યારે આપે છે ત્યારે ખુશીઓની ઝોલી ભરી દે છે.’ હેપ્પી પેરેન્ટ્સ. આ વીડિયો પર ફેન્સ સનાને તેના નવા જન્મેલા બાળકના આગમન પર અભિનંદન આપી રહ્યા છે. અરબાઝ ખાનની પત્ની શુરા ખાને પણ આ વીડિયો પર સનાને અભિનંદન પાઠવ્યા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
લગ્નના 3 વર્ષ પછી પ્રથમ બાળકને જન્મ આપ્યો
સનાએ પોતાના કરિયરમાં ઘણા ટીવી શો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. તે ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. પરંતુ અચાનક એક પોસ્ટ શેર કરીને તેણે ફેન્સને શોબિઝ છોડવાની જાણકારી આપી. આ સમાચારે તેના ચાહકોને ખૂબ જ નિરાશ કર્યા હતા. જો કે, સના તેના બ્લોગ્સ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તમને જણાવી દઈએ કે સનાએ વર્ષ 2020માં અનસ સઈદ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ પછી, એટલે કે 05 જુલાઈ, 2023 ના રોજ, દંપતીએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. તે જ સમયે, હવે સના તેના બીજા બાળકના જન્મ પછી ખૂબ જ ખુશ છે.
આ પણ વાંચો : સોમવારના કડાકા બાદ આજે શેરબજારમાં હરીયાળી, સેન્સેકસ અને નિફ્ટીમાં આટલો વધારો નોંધાયો