અરવલ્લી જિલ્લામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો
- પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી બાળકી 16 વર્ષના સગીરના પ્રેમમાં
- 10 વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી
- પોલીસે નજીકના ગામડામાંથી બંનેને પકડી પાડ્યા
અરવલ્લી જિલ્લામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગત 31 ડિસેમ્બરના દિવસે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે નજીકના ગામડામાંથી બંનેને પકડી પાડ્યા
આ ફરિયાદ બાદ પોલીસે બાળકીની તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન એક એવો વળાંક સામે આવ્યો. જેમાં ખુલાસો થયો કે, પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી બાળકી 16 વર્ષના સગીરના પ્રેમ પડી હતી અને બંને સાથે ભાગી ગયાં હતાં. ફરિયાદ બાદ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, બાળકી ઈન્સ્ટાગ્રામ પર જે સગીર સાથે વાત કરતી હતી, તેની સાથે પ્રેમજાળમાં ફસાઈ અને બંને ભાગી ગયા હતાં. બંનેએ ભાગવા માટે અન્ય ત્રણ સગીરની મદદ લીધી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી નજીકના ગામડામાંથી બંનેને પકડી પાડ્યા હતાં.
બાળકીને માતા-પિતા પાસે પરત મોકલી દેવામાં આવી
બંનેને પરત લાવ્યા બાદ તેઓના મેડિકલ ચેકઅપ કરાવતા જાણ થઈ કે, સગીરે બાળકી પર દુષ્કર્મ પણ આચર્યું હતુ. બંનેના મેડિકલ ટેસ્ટ આવ્યા બાદ બાળકીને માતા-પિતા પાસે પરત મોકલી દેવામાં આવી છે અને સગીર સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો છે.
10 વર્ષની બાળકી આ 16 વર્ષના સગીરના સંપર્કમાં હતી
તપાસ દરમિયાન જાણ થઈ કે, બાળકી અને તેની સગીર બહેન પોતાની માતાના મોબાઈલનો ઉપયોગ કરતા હતાં. બંને બહેનોએ મોબાઈલમાં કુલ 7 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતાં. જેમાંથી 5 બંધ અને 2 ચાલુ હતાં. આ બે એકાઉન્ટમાંથી 10 વર્ષની બાળકી આ 16 વર્ષના સગીરના સંપર્કમાં હતી.
આ પણ વાંચો: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપઘાતની ચોંકાવનારી ઘટના બની