અમદાવાદમાં જ્વેલર્સની દુકાને બંદૂકની અણીએ લૂંટ થઈ, પોલીસે નાકાબંધી કરી
- બે-ત્રણ લોકો હેલ્મેટ પહેરીને કનકપુરા જ્વેલર્સમાં ઘુસી ગયાં
- સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા
- પોલીસે લૂંટારાઓને શોધવાના પ્રયાસ હાથ ધર્યા
અમદાવાદમાં જ્વેલર્સની દુકાને બંદૂકની અણીએ લૂંટ થઈ છે. જેમાં પોલીસે નાકાબંધી કરી છે. શહેરના બોપલ વિસ્તારમાં જ્વેલર્સની દુકાને ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.
સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા
સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સાઉથ બોપલ વિસ્તારમાં બે-ત્રણ લોકો હેલ્મેટ પહેરીને કનકપુરા જ્વેલર્સમાં ઘુસી ગયાં હતાં. જ્યાં લૂંટારૂઓએ દુકાનમાં હાજર તમામ લોકોને બંદૂકની અણીએ ધમકાવીને ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને લઈ ગયા હતાં. સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાને હાજર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
પોલીસે લૂંટારાઓને શોધવાના પ્રયાસ હાથ ધર્યા
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, લૂંટારાઓ પોતાની ઓળખ છુપાવીને દુકાનમાં હાજર લોકોને ધમકાવી ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને ભાગી રહ્યા છે. સમગ્ર ઘટનાની ફરિયાદ બાદ પોલીસે લૂંટારાઓને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે. જે માટે અમદાવાદ એસ.પી. રિંગરોડ તરફ જતા રોડ પર પોલીસે નાકાબંધી કરી છે. અને જ્વેલર્સની દુકાન તેમજ આસપાસના સીસીટીવી કેમેરા દ્વારા લૂંટારાઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.