મનોરંજન

KBC ના બદલાયા નિયમ, જાણો શું થયો ફેરફાર ?

Text To Speech

મુંબઈ: અમિતાભ બચ્ચનનો ફેમસ ગેમ શો કૌન બનેગા કરોડપતિ 14 એક વખત ફરીથી ઓડિયન્સને એન્ટરટેન કરવા માટે તૈયાર છે, સાથે સાથે આ સિઝનમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. જેના વિશે શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને અગાઉના એપિસોડમાં જણાવ્યું હતું. આ શોમાં પૈસાની સાથે સાથે ગિફ્ટમાં નવી કાર પણ મળશે.

કૌન બનેગા કરોડપતિ શો ના નિયમો માં કરવામાં આવ્યા ફેરફાર

અમિતાભ બચ્ચન એ શોના બદલાયેલા ફોર્મેટ વિશે કહ્યું કે , આ વખતે જે કન્ટેસ્ટન્ટ્સ એક કરોડની પ્રાઈઝ મની જીતશે, તેની સાથે એક કાર પણ કન્ટેસ્ટન્ટ્સ ને મળશે. સાડા સાત કરોડ જીતનાર કન્ટેસ્ટન્ટને પણ એક નવી કાર પ્રાપ્ત થશે. આ ફક્ત 1 કરોડ અને 7.5 કરોડની પ્રાઈઝ મની જીતનાર કન્ટેસ્ટન્ટ્સને જ ગાડી મળશે જે અલગ વેરિઅન્ટ અને વર્ઝનની હશે. આના પહેલા ની સિઝનમાં કરોડપતિ વિનર્સને માત્ર ઈનામની રકમ જ પ્રાપ્ત જ થતી હતી.કૌન બનેગા કરોડપતિ શોમાં આ વખતે પ્રાઈઝ મનીની સાથે ગિફ્ટ આપવાનો નિયમ જોડવામાં આવ્યો છે.તેમ બીગ-બી એ જણાવ્યું હતું. આ સાથે-સાથે એક લાઈફલાઈન ‘આસ્ક ધ એક્સપર્ટ’ પણ હટાવી દેવામાં આવી છે. KBC-14માં હવે માત્ર કન્ટેસ્ટન્ટ્સને ત્રણ લાઈફલાઈન જ છે. શોના લોન્ચ સમયે જ તેમાં પણ ત્રણ લાઈફલાઈન આપવામાં આવી હતી. આ લાઈફલાઈન એ ‘આસ્ક ધ એક્સપર્ટ’ શોની ચોથી સિઝનમાં જોડવામાં આવી હતી.

KBC-HUMDEKHENGENEWS
અમિતાભ બચ્ચન એ જણાવ્યા નવા નિયમો

7 ઓગસ્ટથી શરુ થઈ ગયો છે. કૌન બનેગા કરોડપતિ શો

કૌન બનેગા કરોડપતિ ની 14મી સિઝન 7 ઓગસ્ટથી શરુ થઈ ચૂકી છે. 2013માં 7મી સિઝન પછી શોની વિનિંગ પ્રાઈઝ 7 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. આ 14 મી સીઝનમાં પ્રાઈઝ મની 7 કરોડ રૂપિયા વધારીને 7.5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ગેમ શોમાં એક નવો પડાવ પણ સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં શોના મેકર્સે તેનો પ્રોમો શેર કરી આ વાતની જાણકારી ફેન્સની સાથે શેર કરી છે. તે સિવાય જે દર્શકો ઘરેબેઠા જોઈ રહ્યા છે. તેમના માટે દર શુક્રવારે ‘પ્લે અલોન્ગ’નો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે.

Back to top button