ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ફલાવર-શો શરૂ થશે, પ્રાઈમ ટાઈમમમાં પ્રવેશની રૂ.500 ટિકિટ

Text To Speech
  • ત્રીજી જાન્યુઆરીથી અમદાવાદમાં ફલાવરશો આરંભ કરાશે
  • સામાન્ય ટિકીટના દર રૂપિયા 70થી 100 રાખવામાં આવ્યા
  • ટ્રી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે

અમદાવાદમાં ફલાવર-શો શરૂ થશે, જેમાં આ વખતે પ્રાઈમ ટાઈમમમાં પ્રવેશની રૂ.500 ટિકિટ રાખવામાં આવી છે. તેમજ સામાન્ય પ્રતિ વ્યકિત ટિકીટના દર રૂપિયા 70થી 100 રાખવામાં આવી છે.

ફલાવર-શો ૩ જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફલાવર-શો ૩ જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે. ફલાવર શોની સાથે રાજયના મુખ્યમંત્રી અમદાવાદ માટે ટ્રી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે. ફલાવર-શોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડીજીટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં આવશે. ગત વર્ષ કરતા ફલાવર શોના આયોજન પાછળ મ્યુનિસિપલ તંત્ર ત્રણ કરોડ રૂપિયા વધુ ખર્ચ કરશે.

રવિવારના રોજ રૂપિયા 100 ચૂકવવા પડશે

ફલાવર શો જોવા માંગતા મુલાકાતીએ સોમથી શુક્રવાર રૂપિયા 70 તથા શનિ અને રવિવારના રોજ રૂપિયા 100 ચૂકવવા પડશે. આ ઉપરાંત સવારે 9થી 10 તથા રાત્રે 10થી 11નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં આવ્યો છે. જેમાં પ્રતિ વ્યકિત રૂપિયા 5૦૦ ટિકીટ દર રાખવામાં આવ્યા છે. ૩ જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફલાવર-શોનો રાજયના મુખ્યમંત્રી આરંભ કરાવશે. અમદાવાદમાં વર્ષ-2013થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવર-શોનું આયોજન કરવામાં આવે છે. ફલાવર-શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે.

મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામા આવશે

ફલાવર શો દરમિયાન રોજ સવારે 9થી 10 કલાક તથા રાત્રે 10 થી 11 કલાક દરમિયાન જો મુલાકાતીઓ પ્રાઈમ ટાઈમમાં ફલાવર શો જોવા માંગતા હશે તો પ્રતિ વ્યકિત રુપિયા 5૦૦ ટિકીટના દર વસૂલ કરાશે. મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામા આવશે.

આ પણ વાંચો: ગુજરાત: વિદ્યાર્થીઓને મળશે લાભ, NMMSની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પડાયું

Back to top button