ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ભોગ બનેલા પરિવારોએ અલગ-અલગ ફરિયાદ નોંધવા કરી માગ

Text To Speech
  • ખ્યાતિ હોસ્પિટલકાંડનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો
  • PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું
  • સમગ્ર ઘટનામાં અત્યારસુધી એક જ ફરિયાદ નોંધવામાં આવી

અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે ભોગ બનેલા પરિવારોએ અલગ-અલગ ફરિયાદ નોંધવા માગ કરી છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલકાંડનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે.

PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસે ડોકટર સહિતના આરોપીની ધરપકડ કરી હતી. ખ્યાતિકાંડ બાદ સરકાર દ્વારા PMJAY-મા યોજના માટે નવી ગાઇડલાઈન જાહેર કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં અત્યારસુધી એક જ ફરિયાદ નોંધવામાં આવી હોવાથી પીડિતોના પરિવારો અલગ-અલગ ફરિયાદ નોંધવાની માગ સાથે હાઈકોર્ટ પહોચ્યા છે અને ગુજરાત હાઈકોર્ટમાં કુલ 15 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી છે.

દર્દીઓના પરિવારજનો મળીને કુલ 15 અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં કરી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY-મા યોજનામાં આર્થિક લાભ લેવા માટે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. જેમાં બે દર્દીઓના મોત થયા હતા. ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડમાં ભોગ બનેલા દર્દીઓના પરિવારજનો મળીને કુલ 15 અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. ખ્યાતિકાંડમાં અત્યારસુધીમાં માત્ર એક જ ફરિયાદ નોંધાઈ છે, તો વ્યક્તિગત ફરિયાદ નોંધવામાં આવે તેવી માગ કરી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં વક્ફ બોર્ડના નામે જબરદસ્તી દુકાન ખાલી કરાવતા વિવાદ વકર્યો

Back to top button