ઠંડીમાં વધુ સમય ભૂખ્યા રહેવું પણ કરી શકે છે નુકસાન, શું ખાવું સારું?
- ઠંડીમાં ભૂખ વધુ લાગે છે એ હકીકત છે, વજન ઉતારવા માટે તમે ઠંડીમાં વધુ સમય સુધી ભૂખ્યા રહેતા હો તો તેનાથી નુકસાન થઈ શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ શિયાળામાં ગરમાગરમ પરાઠા અને વિવિધ વાનગીઓ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આયુર્વેદ અનુસાર તેનું કારણ ભૂખમાં વધારો છે. જેના કારણે લોકો વધુ ખાય છે. બિનઆરોગ્યપ્રદ અને વધુ પડતું ખાવાના કારણે શિયાળામાં કબજિયાત, અપચો અને સ્થૂળતા જેવી સમસ્યાઓ વધી જાય છે. તેથી આયુર્વેદમાં સૂચવેલી રીતે ખાવાથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. જાણો શિયાળાની ભૂખ દરમિયાન જમતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ.
શિયાળામાં ભૂખ્યા રહેવાથી પણ થઈ શકે છે નુકસાન
જો શિયાળામાં ભૂખને નજરઅંદાજ કરવામાં આવે તો તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. કારણ કે શરીરમાં રહેલો વાયુ શરીરની ધાતુઓને પચાવવાનું શરૂ કરી દે છે. જેના કારણે આ સમસ્યાઓ ઉભી થવા લાગે છે.
નબળાઈ અને સુસ્તી
શિયાળામાં ભૂખ લાગવી સામાન્ય વાત છે, પરંતુ ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે ઓછું ખાય છે. આમ કરવાથી તેઓ સૌથી વધુ સુસ્તી અને નબળાઈ અનુભવી શકે છે. તેથી, ઠંડીમાં ખાઓ પરંતુ તેને એનર્જી લેવા માટે ખાઓ.
સ્કિનમાં ડ્રાયનેસ
શિયાળામાં એવો ખોરાક લેવો જોઈએ જે શરીરને ગરમ રાખે અને તેમાં હેલ્ધી ફેટ્સ હોય. નહીં તો ત્વચામાં શુષ્કતા વધવા લાગે છે. આ શુષ્કતા માત્ર ત્વચામાં જ નહીં, પરંતુ વાળમાં પણ જોવા મળે છે.
હાર્ટ ફંકશનમાં ઈફેક્ટ
ભૂખ્યા હોય ત્યારે પૂરતો ખોરાક ન ખાવાથી પણ હૃદયના કાર્યને અસર થાય છે અને હાર્ટ સ્ટ્રોક જેવા જોખમો થઈ શકે છે.
શિયાળામાં કયા ખોરાક ખાવા જોઈએ?
જો તમને શિયાળામાં વધુ ભૂખ લાગે છે, તો તમારે ભૂખ્યા રહેવાને બદલે અથવા અનહેલ્ધી કે તળેલો ખોરાક ખાવાને બદલે, એવો ખોરાક ખાવો જોઈએ જે તમારા શરીને એનર્જી આપે. એવો ખોરાક જે શરીરને માત્ર એનર્જી જ નહીં, પરંતુ તેને ગરમ પણ રાખે છે. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે આયુર્વેદિક નિષ્ણાતો આ વસ્તુઓ ખાવાની સલાહ આપે છે. જેથી શરીરને પૂરતી ગરમી અને ઉર્જા બંને મળી શકે.
- શક્કરીયા
- હળદર
- આદુ
- ગાજર
- મગફળી
- કાજુ
- કિસમિસ
- બદામ
આ પણ વાંચોઃ ઘઉંના લોટની પણ હોય છે એક્સપાયરી ડેટ, ખરાબ થયો કેવી રીતે જાણશો?
આ પણ વાંચોઃ આ શાકભાજીને ફ્રિજમાં સ્ટોર કરવાનું ટાળો, થઈ શકે છે હેલ્થને નુકસાન
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ