ગુજરાતમાં 2012ની બેચના 17 IAS ને આપવામાં આવ્યું પ્રમોશન, જૂઓ લિસ્ટ


ગાંધીનગરઃ ગુજરાતમાં 2012ની બેચના 17 આઈએએસને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમનો પે મેટ્રિક 1,23,100 -2,15,900 રૂપિયા રહેશે. અમૃતેશ કાલીદાશ ઔરંગાબાદકરને અમદાવાદના ડેપ્યુટિ મ્યુનિસિપલ કમિશ્નર, અમીત અરોરાને કચ્છ-ભુજના કલેકટર, વિશાલ ગુપ્તાને એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર-ગાંધીનગર, ગૌરાંગભાઈ મકવાણાને ભરૂચ કલેકટર, તુષાર દલપતભાઈ સુમેરાને રાજક્ટોના મ્યુનિસિપલ કમિશ્નર, દિગ્વિજયસિંહ જાડેજાને ગીર-સોમનાથ કલેકટર, સંજય મોદીને નર્મદાના કલેકટર, રાજેશ તન્નાને સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
જૂઓ કોને કોને મળ્યું પ્રમોશન
ગુજરાત સરકારના ગૃહ વિભાગ સચિવાલય દ્વારા 31 ડિસેમ્બર 2024ના રોજ રાજ્ય સરકાર જાહેર હિતમાં IPS અધિકારીઓને તાત્કાલિક અસરથી બઢતી આપવામાં આવી હતી. રાજ્યના 12 IPS અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી. જેમાં 2 IPS અધિકારીઓને ADG-DGP તરીકે અને અન્ય વર્ષ 2011 બેચના અધિકારીઓને DIGP તરીકે બદલી આપવામાં આવી હતી. રાજ્ય સરકારના ગૃહ વિભાગમાં બદલીઓ અને બઢતીઓ મુદ્દે થતી નિરાશાજનક કામગીરીમાં હવે વર્ષ 2011 ની બેચના IPS અધિકારીઓની બઢતીઓ વર્ષના છેલ્લા દિવસે કરવામાં આવી હતી અને તેમની સાથે અન્ય બે આદેશમાં 11 જેટલા અધિકારીઓના જુનિયર સ્કેલ અને પે મેટ્રીક્સ અપગ્રેડ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં પુજારાને ટીમમાં લેવા માંગતો હતો હેડ કોચ ગંભીર પણ…