બાળકોના ઉછેર માટે કેમ બેસ્ટ છે પાંડા પેરેન્ટિંગ? શું છે તેના ફાયદા?
- પાંડા પેરેન્ટિંગ બાળકોને માત્ર આત્મવિશ્વાસ જ નથી આપતું, પણ તેમના માતા-પિતા સાથેના સંબંધોને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે
HD ન્યુઝ ડેસ્કઃ દરેક માતા-પિતા પોતાના બાળકોને આત્મનિર્ભર બનાવવા ઈચ્છે છે, તેમ છતાં બાળકોનો ઉછેર કરતી વખતે કરવામાં આવેલી કેટલીક ભૂલો તેમનો આત્મવિશ્વાસ છીનવી લે છે. આવા બાળકો પોતાની જાત સાથે જોડાયેલા કોઈપણ નિર્ણય લેવામાં ખૂબ જ ખચકાટ અનુભવે છે. જેના કારણે તેઓ જીવનની દરેક કસોટીમાં બીજા બાળકોથી પાછળ રહેવા લાગે છે. બાળકોમાં ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો લાવવા માટે આજકાલ પાંડા પેરેંટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. પાંડા પેરેન્ટિંગ બાળકોને માત્ર આત્મવિશ્વાસ જ નથી આપતું, પણ તેમના માતા-પિતા સાથેના સંબંધોને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ શું છે પાંડા પેરેંટિંગ અને બાળકો માટે તેના ફાયદા.
પાંડા પેરેંટિંગ શું છે?
બાળકોને ઉછેરવાની આ રીતમાં માતા-પિતા માત્ર બાળકોને શિસ્તમાં રાખવાની સાથે, તેમને નિર્ણયો લેવાની સ્વતંત્રતા પણ આપે છે. જો કે, આ કરતી વખતે, માતાપિતા જરૂર પડે તો બાળકોને મદદ કરવા હંમેશા હાજર રહે છે. પાંડા પેરેંટિંગ કરવાથી બાળકો પોતાના જીવનની સમસ્યાઓ જાતે જ હલ કરવાનું શીખે છે. જાણો પાંડા પેરેન્ટિંગના ફાયદા શું છે?
બાળકો ભાવનાત્મક રીતે મજબૂત બને છે
પાંડા પેરેંટિંગ દરમિયાન માતાપિતા તેમના બાળકોનો દરેક નિર્ણય પોતે ન લઈને તેમની સમસ્યાઓનો ઉકેલ જાતે જ લાવવા કહે છે. જેના કારણે જીવનમાં કોઈપણ મુશ્કેલી આવે ત્યારે બાળક ફ્રસ્ટ્રેશન અનુભવતો નથી અને નિરાશ થતો નથી. તે પોતાના ઈમોશન્સને ખુદ હેન્ડલ કરવાનું શીખે છે.
બાળકોનો આત્મવિશ્વાસ વધે છે
આ પેરેંટિંગ સ્ટાઈલ દરમિયાન માતા-પિતા બાળકને ખુલીને વાત કરવાની સ્વતંત્રતા આપે છે. જેના કારણે બાળકનો આત્મવિશ્વાસ વધે છે અને તે અન્ય લોકો સાથે વાત કરતી વખતે સંકોચ અનુભવતો નથી.
લવ બોન્ડ વધુ મજબૂત બને છે
જ્યારે માતા-પિતા તેમના બાળકોને નાના માનીને તેમની ઈચ્છા તેમના પર લાદતા નથી, પરંતુ તેમને તેમનું જીવન જીવવાની સ્વતંત્રતા આપે છે. તેથી બાળક તણાવ અનુભવ્યા વિના તેના માતાપિતાની નજીક આવવાનું શરૂ કરે છે. જેના કારણે માતા-પિતા અને બાળક વચ્ચેનો સંબંધ પણ ગાઢ બને છે.
સેલ્ફ મોટિવેશન
પાંડા પેરેંટિંગ દરમિયાન સેલ્ફ મોટિવેશનને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ બાળકો પોતાના લક્ષ્ય જાતે નક્કી કરીને તેને મેળવવાની જવાબદારી પણ લે છે, જે તેમને જીવનમાં સફળ બનાવે છે
આ પણ વાંચોઃ રિલેશનશિપમાં આ છે રેડ ફ્લેગ, લગ્ન પહેલા જ કરી લો ચેક
આ પણ વાંચોઃ ગાજરને ડાયેટનો ભાગ બનાવશો તો સ્કિન ગ્લો કરવા લાગશે, બીજા પણ લાભ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ