ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રોહિત શર્માના ખરાબ ફોર્મ પર ઈરફાન પઠાણનું નિવેદન, કહ્યું: જો કેપ્ટન…

  • રોહિત શર્માએ ત્રણ ટેસ્ટ મેચની પાંચ ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 10 રહ્યો

મેલબોર્ન, 30 ડિસેમ્બર: ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે આ શ્રેણી અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. તેણે ત્રણ ટેસ્ટ મેચની પાંચ ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 10 રહ્યો છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલો રોહિત હવે ક્રિકેટ જગતના મોટા ભાગના મહાનુભાવોના નિશાના પર છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે રોહિત શર્માના ખરાબ ફોર્મ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ભૂતપૂર્વ બોલરનું કહેવું છે કે, જો રોહિત કેપ્ટન ન હોત તો તે પ્લેઈંગ 11નો પણ ભાગ ન હોત. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારત 184 રનથી હારી ગયું હતું. આ સાથે ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-2થી પાછળ થઈ ગઈ છે. હવે સિરીઝને બરાબરી પર ખતમ કરવા માટે ભારતીય ટીમે સિડની ટેસ્ટ (3 જાન્યુઆરી) કોઈપણ ભોગે જીતવી પડશે.

‘જો કેપ્ટન ન હોત તો તે ટીમમાં પણ ન હોત’

ઈરફાન પઠાણે એક સ્પોર્ટ્સ ચેનલને કહ્યું કે, એક ખેલાડી જેણે લગભગ 20,000 રન બનાવ્યા છે – તેમ છતાં રોહિત જે રીતે સંઘર્ષ કરી રહ્યો છે, એવું લાગે છે કે તેનું ફોર્મ તેને સાથ આપી રહ્યું નથી. અત્યારે શું થઈ રહ્યું છે કે તે કેપ્ટન છે એટલે રમી રહ્યો છે. જો તે કેપ્ટન ન હોત તો કદાચ અત્યારે રમી શકે તેમ ન હોત. તમારી પાસે નિશ્ચિત ટીમ હોત. કે.એલ.રાહુલ ટોપ પર રમી રહ્યો હોત. જયસ્વાલ અને શુભમન ગિલ હોત. જો વાસ્તવિકતા વિશે વાત કરવામાં આવે તો, તે જે રીતે બેટ સાથે સંઘર્ષ કરી રહ્યો છે તે ધ્યાનમાં લેતા, કદાચ પ્લેઇંગ ઇલેવનમાં તેના માટે સ્થાન ન હોત.

રોહિતે છેલ્લી 15 ઇનિંગ્સમાં માત્ર એક અડધી સદી ફટકારી

રોહિત છેલ્લી 15 ટેસ્ટ ઇનિંગ્સમાં 164 રન બનાવવામાં સફળ રહ્યો છે. જેમાં માત્ર એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, રોહિતની ઇનિંગ્સ: 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3 (મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગ) અને 9 (મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગ) ચાલે છે. રોહિતે આ વર્ષે 14 ટેસ્ટની 26 ઇનિંગ્સમાં 24.76ની એવરેજથી 619 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી હતી. ફરી એકવાર રોહિત સસ્તામાં આઉટ થયા બાદ તેના ભવિષ્યને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે જે સ્વાભાવિક પણ છે.

‘હું તેને સંઘર્ષ કરતા જોઈ શકતો નથી’

ઈરફાન પઠાણે આગળ કહ્યું કે, કારણ કે તે કેપ્ટન છે અને તમે આગામી મેચ જીતીને સિરીઝ બરાબરી કરવા માંગો છો, એટલા માટે તે ટીમમાં છે. પરંતુ તેનું ફોર્મ ખૂબ જ ખરાબ છે. ભારતમાં પણ, અહીં આવતા પહેલા પણ તે રન નથી બનાવી રહ્યો નહોતો અને તેણે હજુ પણ રન બનાવ્યા નથી. જ્યારે હું રોહિત શર્માને બેટિંગ કરતા જોઉં છું ત્યારે તે ખૂબ જ નિરાશાજનક દૃશ્ય હોય છે, કારણ કે જ્યારે પણ હું રોહિત શર્માની બેટિંગ જોઉં છું, હું હંમેશા તેને બેટિંગ કરતાં જોવા માંગુ છું. ટેસ્ટ ક્રિકેટ હોય કે ODI ક્રિકેટ, પરંતુ હવે તેનું ફોર્મ, તે જે રીતે આગળ વધી રહ્યો છે, તેની માનસિકતા હોય કે તેના શરીર સાથેનું તાલમેલ, હું તે બિલકુલ જોઈ શકતો નથી.

આ પણ જૂઓ: VIDEO: ક્રિકેટ મેચ દરમિયાન બેટ્સમેનને આવ્યો હાર્ટ એટેક, થોડી જ સેકન્ડમાં જ થયું મૃત્યુ 

Back to top button