ISRO જાન્યુઆરી 2025માં NVS-02 સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીમાં, જાણો ચીફ સોમનાથે શું કહ્યું
શ્રીહરિકોટા, 31 ડિસેમ્બર: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) જાન્યુઆરી 2025માં NVS-02 સેટેલાઇટને જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) પર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ISROના વડા સોમનાથે કહ્યું કે, “100મા લોન્ચિંગની તૈયારી ચાલી રહી છે. આ મિશન આવતા વર્ષ માટે આયોજિત કેટલાક મિશનમાંથી એક છે.” સોમનાથે આ જાહેરાત PSLV-C60ના સફળ પ્રક્ષેપણ પછી કરી હતી, જે SpaDex અને અન્ય પેલોડ વહન કરે છે.
ISRO set to launch NVS-02 satellite in Jan 2025, with more missions planned for upcoming year: ISRO Chief
Read @ANI Story l https://t.co/FEZcKboUaU#ISRO #India #Somnath pic.twitter.com/nhIaYXMKMC
— ANI Digital (@ani_digital) December 30, 2024
ISROના વડા સોમનાથે શું કહ્યું?
આ પ્રસંગે, ISROના વડાએ ચંદ્રયાન-4 મિશન વિશે પણ માહિતી આપી હતી, જેમાં વિવિધ મોડ્યુલોનો સમાવેશ થાય છે, જે અલગ-અલગ સમયે લોન્ચ કરવામાં આવશે અને બે અલગ-અલગ મોડ્યુલમાં એકીકૃત થશે. તેમણે કહ્યું કે, આ મોડ્યુલોને ભ્રમણકક્ષા સુધી પહોંચવાની જરૂર છે અને પછી પૃથ્વી અને ચંદ્રની ભ્રમણકક્ષા બંનેમાં ડોક કરવાની જરૂર છે.
7 જાન્યુઆરી સુધીમાં અંતિમ ડોકીંગ પૂર્ણ થવાની અપેક્ષા
ઈસરોના વડાએ કહ્યું કે, ચંદ્રયાન-4નો ઉદ્દેશ્ય ચંદ્ર પર ઉતરાણ કરવાનો અને સફળતાપૂર્વક પરત ફરવાનો છે. અંતિમ ડોકીંગ પ્રક્રિયા 7 જાન્યુઆરી, 2025ની આસપાસ પૂર્ણ થવાની અપેક્ષા છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ચંદ્રયાન-4 માટે પરીક્ષણ સ્થળ છે. ડોકીંગ શરૂ થશે અને ઘણી પ્રક્રિયાઓ થશે, પરંતુ અંતિમ ડોકીંગ કદાચ 7 જાન્યુઆરી સુધીમાં થશે.
ઈસરોએ 100મા પ્રક્ષેપણની તૈયારી કરી રહ્યું છે
ઈસરોના 99મા પ્રક્ષેપણની ઉજવણી કરતા સોમનાથે કહ્યું કે, તે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને આવતા વર્ષે 100મા લોન્ચ માટે તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં PSLV-C60 એ બે સ્પેડેક્સ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે.
આ પણ જૂઓ: ISRO એ અવકાશમાં ઈતિહાસ રચ્યો, Spadex સફળતાપૂર્વક લોન્ચ કરનાર ભારત ચોથો દેશ બન્યો