ડીસામાં તાજીયા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા
પાલનપુર.મોહરમના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા મુજબ શિયા મુસ્લિમો તાજીયા દ્વારા પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. મોહરમના દસ દિવસ સુધી વાંસ, લાકડી અને અન્ય રંગ બે રંગી સજાવટના સામાનથી તેને સજાવવામાં આવે છે. અને 11માં દિવસે તેને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ રસ્તાઓ પર ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેને ઈમામ હુસૈનની કબર બનાવીને તેમાં દફન કરવામાં આવે છે. એક રીતે 60હિજરીમાં શહીદ થયેલા લોકોને આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. મુસ્લિમ બિરાદરોના તહેવાર તાજીયાનું તા. 9 ઓગષ્ટ 22 ને મંગળવાર ડીસાના ડોલીવાસ ખાતેથી બપોરે બે વાગે સરકારી તાજીયાનું જુલુસ ત્યાંથી નીકળી મારવાડી મોચી વાસ ,અંબાજી મંદિર પાસે થઈ લેખરાજ ચાર રસ્તા, સરસ્વતી હોટલ ,ગાંધી ચોક થઈને રાજપુર ખાતે સાંજે તાજયા ઠંડા કરવામાં આવશે.
આ તાજીયાના ભવ્ય જુલુસમાં મુસ્લિમ બિરાદરોની મોટી સંખ્યામાં હાજર રહી “યા હુસેન”ના નારા સાથે ભવ્ય જુલુસ નીકળ્યો હતો. પોલીસ તંત્ર કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ખડે પગે હાજર રહ્યું હતું. શાંતિથી તાજીયાનું જુલુસ પૂરૂ થતાં પોલીસે રાહતનો દમ લીધો હતો.