શું ખરેખર આંતરડામાં જામી જાય છે મેદો? કેમ ડોક્ટર્સ ખાવાની ના કહે છે?
- વારંવાર મેદો ન ખાવાની સલાહ આપવામાં આવે છે, શું છે તેની પાછળનું ખરૂં કારણ? શું છે મેદાના અન્ય નુકસાન? શું તે ખરેખર પેટમાં ચોંટી જાય છે?
HD ન્યુઝ ડેસ્કઃ ખાણીપીણીની વસ્તુઓને લઈને લોકોની વચ્ચે સામાન્ય રીતે એવી ધારણાઓ બની જતી હોય છે, જે પછી સાચી જ લાગવા લાગે છે. આમાંની એક માન્યતા મેદાની આસપાસની પણ છે. નાનપણથી તમે સાંભળ્યું હશે કે જ્યારે તમે મેદો ખાઓ છો ત્યારે તે પેટ અને આંતરડામાં ચોંટી જાય છે. મેદાના બીજા નુકસાન વિશે ભલે કોઈ જાણતું ન હોય, પરંતુ તે આંતરડામાં ચોંટી જાય છે તે વાત તો દરેક જણ જાણે છે, કેમકે દરેક લોકો નાનપણથી તે સાંભળતા આવ્યા છે, પરંતુ શું આ વાત સત્ય છે? શું મેદાને સફેદ ઝેર કહેવા પાછળનું આ સૌથી મોટું કારણ છે કે પછી બીજી કોઈ એવી વસ્તુઓ છે જેના કારણે વારંવાર મેદો ન ખાવાની સલાહ આપવામાં આવે છે? આજે આ બધી બાબતો વિશે જાણો.
શું મેદો ખરેખર આંતરડામાં ચોંટી જાય છે?
મેંદો ન ખાવા પાછળનું સૌથી મોટું કારણ લોકો એમ માને છે કે તે આંતરડામાં ચોંટી જાય છે. જો કે આ વાતમાં બિલકુલ સત્ય નથી. તમે ક્યારેય મેદો કાચો નથી ખાતા, તે હંમેશા તેને સ્ટીમ કરીને અથવા ફ્રાય કરીને ખાવામાં આવે છે. આવી સ્થિતિમાં, આંતરડામાં લોટ ચોંટી જવાનો કોઈ પ્રશ્ન નથી. લોટને કાચો ખાવામાં આવે તો પણ તે આપણા પેટમાં પાચન પ્રક્રિયા દરમિયાન સરળ કાર્બોહાઈડ્રેટ્સના રૂપમાં તે સરળતાથી એબ્ઝોર્બ થઈ જાય છે. તેથી મેદો ખાવો ખરાબ છે, કેમકે તે આંતરડામાં ચોંટી જાય છે આ તર્ક તો સાવ ખોટો છે.
મેદો ખાવો કેમ ખરાબ માનવામાં આવે છે?
જો મેદો આંતરડામાં ચોંટી જતો થતો નથી, તો પછી તેને ખાવાથી શું નુકસાન થાય છે એવો સવાલ તમને પણ થતો હશે, તો જાણી લો કે નિષ્ણાતો શા માટે આહારમાંથી મેદાને દૂર કરવા પર આટલો ભાર મૂકે છે. મેદો ઘઉંના બહારના પડને હટાવીને તૈયાર કરવામાં આવે છે. આ સમય દરમિયાન તેના મોટાભાગના પોષક તત્વો અને ફાઈબર નષ્ટ થઈ જાય છે. તેમા ન કહી શકાય તેટલું ફાઇબર હોવાના કારણે તે પેટ માટે બિલકુલ સારું નથી. આ સિવાય મેદો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને મેદસ્વીપણાને પણ વધારે છે. તેનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ ઘણો વધારે છે, જેના કારણે તે શુગર લેવલને ઝડપથી વધારી દે છે.
આ પણ વાંચોઃ Botox વૃદ્ધાવસ્થાથી બચાવી લેશે, પરંતુ કરાવતા પહેલા જાણો ફાયદા અને નુકસાન
આ પણ વાંચોઃ ગાજરને ડાયેટનો ભાગ બનાવશો તો સ્કિન ગ્લો કરવા લાગશે, બીજા પણ લાભ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ