ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

ગુજરાતના આ વિસ્તારમાંથી દુબઈથી ઘૂસાડાતો સોપારીનો જથ્થો પકડાયો

Text To Speech
  • દુબઈથી પ્લાસ્ટીકના દાણાની આડમાં સોપારીનો જથ્થો લાવ્યા
  • ટીમે તપાસ કરતા તેમાંથી 53 ટન સોપારીનો જથ્થો મળી આવ્યો
  • 3 કરોડ રૂપિયાની સોપારીનો જથ્થો મળી આવ્યો

ગુજરાતમાં ફરી એક વખત સોપારીકાંડ ચર્ચામાં આવ્યું છે. હવે પ્લાસ્ટીકના દાણાની આડમાં દુબઈથી ઘૂસાડાતો સોપારીનો જથ્થો પકડાયો છે. કસ્ટમની એસ.આઈ.આઈ.બી (સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ) વિંગ, મુન્દ્રાએ 53 ટન 3 કરોડ રૂપિયાનો સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ટીમે બે કન્ટેનરને અટકાવીને તપાસ કરી હતી.

3 કરોડ રૂપિયાની સોપારીનો જથ્થો મળી આવ્યો

દુબઈથી પ્લાસ્ટીકના દાણાની આડમાં મુન્દ્રા પોર્ટ પર સોપારીનો જથ્થો આવી રહ્યાની કસ્ટમને બાતમી મળી હતી. જેના પગલે વોચ ગોઠવીને બે મોટા કન્ટેનરોની તપાસ કરતા તેમાંથી 3 કરોડ રૂપિયાની સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. મુન્દ્રા કસ્ટમના પ્રિસિપલ કમિશનર કે.એન્જિનિયરની કસ્ટમ્સની બ્રાંચે તપાસ કરી હતી. સોપારીના બે કન્ટેનરો કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોનના એક યુનિટમાં જતા હોવાનું અને તેમાં પીવીસી રેઝિન એટલે કે પ્લાસ્ટીકના દાણા હોવાનું જણવા મળ્યું હતું.

ટીમે તપાસ કરતા તેમાંથી 53 ટન સોપારીનો જથ્થો મળી આવ્યો

ટીમે તપાસ કરતા તેમાંથી 53 ટન સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત અંદાજે 3 કરોડ રૂપિયા થાય છે. અગાઉ સોપારી કાંડ ચર્ચામાં હતું. ત્યારે ફરી એક વખત કરોડો રૂપિયાની સોપારી પકડાતા સોપારી કાંડને અંજામ આપનારા માફિયાઓ સક્રિય થયાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો ક્યા ગગડ્યો તાપમાનનો પારો

Back to top button