ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આ વર્ષે માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો, જાણો કેટલા કેસ આવ્યા

Text To Speech
  • વર્ષ 2024 માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો
  • અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર લેવી પડી હોય તેમાં અમદાવાદ મોખરે
  • વર્ષે 27,515 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા પહોંચી

ગુજરાતમાં આ વર્ષે માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે 1.62 લાખથી વધુ વ્યક્તિને માર્ગ અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેની સરખામણીએ વર્ષ 2023 ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં 1.55 લાખથી વધુ ઈજાગ્રસ્તો હતા.

વર્ષ 2024 માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો

વર્ષ 2023ની સરખામણીએ માર્ગ અકસ્માતથી થતી ઈજાના પ્રમાણમાં 5.10 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં દર કલાકે સરેરાશ 19 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. ગુજરાતમાં જાન્યુઆરીથી જૂન દરમિયાન 81,305 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી. જુલાઇથી ડિસેમ્બરમાં 81,649 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2023માં જાન્યુઆરીથી જૂન દરમિયાન 81,192 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા પહોંચી હતી. વર્ષ 2024 માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

વર્ષે 27,515 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા પહોંચી

ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતમાંથી આ વખતે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ ઈજાગ્રસ્તોને સારવાર લેવી પડી હોય તેવા જિલ્લામાં અમદાવાદ મોખરે છે. વર્ષે 27,515 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા પહોંચી છે. અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 76 વ્યક્તિને માર્ગ અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: સસ્તામાં USA ડોલર લેવાની લાલચમાં યુવકે રૂ.1 લાખ ગુમાવ્યા

Back to top button