કચ્છ - સૌરાષ્ટ્ર

જામનગર : મોહરમના જુલુસ માતમમાં ફેરવાઈ ગયા, વીજ કરંટ લાગતાં 2 લોકોના મોત

Text To Speech

એક તરફ દેશભરમાં મહોરમની ઉજવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ જામનગરમાં મહોરમનું જુલુસ માતમમાં ફેરવાઈ ગયું હતું. જામનગરમાં મહોરમના તહેવારની રાતે વીજ કરંટ લાગવાની ગોઝારી દુર્ઘટનામાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જુલુસ સમયે વીજ કરંટ લાગતે 15 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાં બે યુવકોના મોત નિપજતા મુસ્લિમ સમાજમાં દુ:ખ છવાઈ ગયું છે.

જામનગર શહેરના ધરારનગર વિસ્તારની ગત મોડી રાતે આ ઘટના બની હતી. ધરારનગરમાં સોમવારની રાતે તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા હતા. તાજિયા ઉંચા હોવાથી તેનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી ગયો હતો. જેથી નીચે કરંટ પ્રસરતા અંદાજે 15 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે અફરાતરફી ફેલાઈ હતી. ઘાયલોને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો બીજી તરફ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

Jamnagar Mohram Death 01

આ ઘટનામાં 2 મુસ્લિમ યુવાનોના દુઃખદ ઘટનામાં કરૂણ મોત નિપજ્યા છે. સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. 25)નાં મોત થયા હતા. આ ઘટનાથી જીજી હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો પહોંચ્યો હતો. હાલ 12 જેટલા યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ મહોરમની રાતે ગોઝારી ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.

શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સોમવારે રાત્રે 11.15 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે શોભાયાત્રા શહેરના ધારાનગર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. કરબલાના યુદ્ધમાં પ્રોફેટ મુહમ્મદના પૌત્ર હુસૈનની શહાદતની યાદમાં મુસ્લિમો મોહરમ ઉજવે છે. અધિકારીએ કહ્યું કે જુલૂસમાં જે હતું તેના ઉપર ઇમામ હુસૈનની કબરની નાની પ્રતિકૃતિ હતી. એકદમ તાર અડ્યો અને કરંટ નીચે આવ્યો. 12 લોકો આની લપેટમાં આવી ગયા અને ખરાબ રીતે દાઝી ગયા. શોભાયાત્રામાં હોબાળો મચી ગયો હતો.

Back to top button