ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

Appleનો મોટો નિર્ણય, આ દેશોના માર્કેટમાંથી iPhone 14 સહિત 3 iPhone હટાવ્યા

Text To Speech
  • કંપનીએ યુરોપના મોટાભાગના દેશોમાં હાજર તેના ઓનલાઈન સ્ટોરમાંથી આ ફોન હટાવી દીધા છે

HD ન્યૂઝ ડેસ્ક, 29 ડિસેમ્બર: ટેક જાયન્ટ Apple દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. Appleએ યુરોપના મોટાભાગના દેશોમાં 3 iPhonesના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જે iPhonesના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં iPhone 14, iPhone 14 Plus અને iPhone SE 3rd જનરેશનનો સમાવેશ થાય છે. કંપનીએ તેમને યુરોપના મોટાભાગના દેશોમાં હાજર તેના ઓનલાઈન સ્ટોરમાંથી હટાવી દીધા છે, જેનું કારણ લાઈટનિંગ ચાર્જિંગ પોર્ટ છે.

Appleનો આ નિર્ણય માત્ર ઓનલાઈન સ્ટોર્સ માટે જ નહીં પરંતુ ઓફલાઈન સ્ટોર્સ માટે પણ લીધો છે. જેનો અર્થ એ છે કે ગ્રાહકો હવે ઑફલાઇન રિટેલ દુકાનોમાંથી પણ iPhone 14, iPhone 14 Plus અને iPhone SE 3rd જનરેશન ખરીદી શકશે નહીં. યુરોપિયન યુનિયનના નિયમને કારણે Appleને આવો નિર્ણય લેવો પડ્યો હતો. આ EU નિયમન લાઇટિંગ કનેક્ટર્સથી સંબંધિત છે.

EUનો નિર્ણય મોટું કારણ બન્યું

મહત્ત્વપૂર્ણ છે કે, 2022માં EU દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેના 27 દેશોના બજારોમાં વેચાતા ફોન અને કેટલાક અન્ય ગેજેટ્સમાં ચાર્જિંગ માટે USB-Type-C પોર્ટ હોવું આવશ્યક છે. EU દ્વારા સતત વધી રહેલા ઈલેક્ટ્રોનિક ટ્રેસ(કચરો)ને ઘટાડવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને ટેક જાયન્ટ દ્વારા પડકારવામાં આવ્યો હતો પરંતુ બાદમાં એપલે તેના પગલા પાછા ખેંચી લીધા હતા. iPhone 14, iPhone 14 Plus અને iPhone SE 3rd જનરેશનમાં ચાર્જિંગ માટે USB-C પોર્ટ નથી, તેથી હવે કંપનીએ તેમના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

કયા-કયા દેશોમાં iPhonesનું વેચાણ બંધ?

મહત્ત્વપૂર્ણ છે કે, આવા નિયમોના કારણે એપલ ઘણા દેશોમાંથી પોતાનો જૂનો સ્ટોક હટાવવામાં વ્યસ્ત છે. કંપનીએ ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, બેલ્જિયમ, ડેનમાર્ક, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્વીડન અને અન્ય ઘણા દેશોમાં તેના સ્ટોર્સમાંથી આ iPhones હટાવી દીધા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, સ્વિટ્ઝર્લેન્ડ યુરોપનો ભાગ નથી, છતાં પણ અહીં ત્રણેય આઈફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે, આ iPhones હવે ઉત્તરી આયર્લેન્ડમાં પણ ઉપલબ્ધ રહેશે નહીં.

આ પણ જૂઓ: OnePlus Ace 5 સિરીઝ થઇ લોન્ચ, પાવરફુલ ફીચર્સ સાથે શાનદાર લુક જોઈને તમે પણ થશો દિવાના

Back to top button