ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

આદિવાસી દિવસની ઉજવણી: મુખ્યમંત્રીએ આપી 1 હજાર કરોડના વિકાસ કામોની ભેટ

Text To Speech

આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના હેઠળ ગુજરાતમાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાહોદના ઝાલોદ ખાતે કરી હતી. તેમાં ઝાલોદમાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રી પારંપરિક આદીવાસી પોશાકમાં જોવા મળ્યા હતા.

CM in Dahod Adivashi Diwas 01

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ.1 હજાર કરોડના ખાતમહૂર્ત અને લોકાપર્ણ કરવામાં આવ્યું છે. તથા વન અધિકાર અધિનિયમ અંતર્ગત 11000 અધિકારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ સિકલ સેલના 6000 દર્દીઓ માટે રૂ.6 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. ઝાલોદમા મુખ્યમંત્રી 1 હજાર કરોડ રૂપિયાના ખાતમહૃર્ત અને લોકાપર્ણ કર્યું હતું. જેમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સાંસદ જસવંતસિંહ ભાભોર હાજર રહ્યાં હતા.

આ પણ વાંચો : સમગ્ર રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

વન અધિકાર અધિનિયમના અધિકારપત્રોનું વિતરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 75૦૦ આવાસ માટે 90 કરોડના ચેક વિતરણ કરવામાં આવ્યા છે. તેમજ 12 લાખ વિદ્યાર્થીઓના ગણવેશ અને શિષ્યવૃતિ માટે 160 કરોડની સહાય આપવામાં આવી છે. જેમાં 25૦૦ લોકોને દુધાળા પશુઓનો લાભ અને 2 હજાર ખેડૂતોને ખેડૂતલક્ષી વિવિધ યોજાનાઓનો લાભ આપવામાં આવશે. જેની સાથે જ વિદ્યાર્થીઓને વધુ શિક્ષણના પ્રોત્સાહનની વાત કરવામાં આવી છે.

Back to top button