ગુજરાતટ્રેન્ડિંગ

બનાસકાંઠા: પત્નીએ પતિની હત્યા કરી આત્મહત્યામાં બદલવા રચ્યું ષડ્યંત્ર

Text To Speech
  • શ્રવણજી ઠાકોર નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
  • 15 દિવસ બાદ પોલીસ તપાસમાં સફળ થઈ હતી
  • પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો

બનાસકાંઠામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીએ જ પતિની હત્યા કરી દીધી હતી. જોકે, પહેલાં પત્નીએ આ હત્યાને અકસ્માતમાં બદલવાનું કાવતરૂ ઘડ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો.

શ્રવણજી ઠાકોર નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

પોલીસે હત્યા કરનાર પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના વડગામ તાલુકનામાં વસુ ગામમાં શ્રવણજી ઠાકોર નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેથી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તુપાસ હાથ ધરી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, શ્રવણજી ઠાકોરના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા અને ગળે ડૂંપો આપી મોત નિપજ્યુ હતું. રિપોર્ટ સામે આવતા લોકલ પોલીસ, એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વૉડની અલગ-અલગ સાત ટીમ બનાવી હત્યારાને પકડવા માટે તપાસ શરૂ કરી. બાદમાં 15 દિવસ બાદ પોલીસ તપાસમાં સફળ થઈ અને હત્યારાનો ખુલાસો થયો.

હત્યાને આત્મહત્યામાં ફેરવવાનું ષડ્યંત્ર

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પોલીસને જ્યારે હત્યાની જાણ થઈ ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી શ્રવણજી ઠાકોરની પત્ની રેખા ઠાકોરે કબૂલાત કરી કે, રોજ-રોજના ઝઘડા અને ઘર કંકાશથી હું કંટાળી ગઈ હતી. જેના કારણે પહેલાં પતિને માથાના ભાગે દાતરડાથી વાર કર્યો અને બાદમાં બેભાન થઈ જતાં ખાટલાની દોરી વડે ગળે ટૂંપો આપી હત્યાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: BZ ગ્રુપની શાળાના શિક્ષકોનો પગાર અટકતા સરકાર પાસે માગી મદદ

Back to top button