ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ PMJAY કૌભાંડમાં આરોગ્ય વિભાગના 3 કર્મચારીની ધરપકડ

Text To Speech
  • આ મામલે ડોકટર સહિત વધુ ત્રણની ધરપકડ કરી
  • ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કરતા હતા એપ્રૂવ
  • મિલાપની આ ગેરરિતીથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું

અમદાવાદના ખ્યાતિ હૉસ્પિટલકાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં રોજે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે ખ્યાતિ હોસ્પિટલમાંથી દર્દીઓના ખોટા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવતા હતા.

આ મામલે ડોકટર સહિત વધુ ત્રણની ધરપકડ કરી

ક્રાઇમ બ્રાન્ચને ગાંધીનગર આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાની કડી મળી હતી. જે મુદ્દે પુરવા મળતાં ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. જ્યારે બે કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. આ ઉપરાંત આ મામલે ડોકટર સહિત વધુ ત્રણની ધરપકડ કરી છે.

મિલાપની આ ગેરરિતીથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું

મળતી માહિતી અનુસાર, મિલાપ પટેલ આરોગ્ય વિભાગમાં 2017થી કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. મિલાપનું કામ આયુષ્માન કાર્ડ એપ્રૂવ કરવાનું હતું. આ મહત્ત્વની જવાબદારીનો ગેરલાભ ઊઠાવી તેણે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્માન કાર્ડ એપ્રૂવ કર્યા હોવાનો ખુલાસો થયો છે. મિલાપને કાર્ડ દીઠ એક ફિક્સ રકમ પણ મળતી હતી. મિલાપની આ ગેરરિતીથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

સારવાર પણ આ કાર્ડની લિમિટના આધારે થઈ હોવાનું જાણવા મળ્યું

સૂત્રોના જણાવ્યાનુસાર, બોગસ આયુષ્માનકાર્ડના કૌભાંડમાં જોડાયેલા આરોપીઓએ ખ્યાતિ હૉસ્પિટલના 150 કાર્ડ કઢાવી આપ્યા હતા, જેમાં ખાસ કરીને જ્યાં કેમ્પ થતા અને જે લોકો સારવાર માટે આવતા અને જેમની પાસે કાર્ડની વ્યવસ્થા નહોતી તેમને આ કાર્ડ બનાવી આપ્યા હતા. તેમની સારવાર પણ આ કાર્ડની લિમિટના આધારે થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગાંધીનગર: વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાએ રૂ.7.85 લાખ ટ્રાન્સફર કરી લીધા

Back to top button