અમદાવાદ: બોર્ડની પરીક્ષામાં માર્કની ભૂલ શિક્ષકને ભારે પડી, રૂ.44,400નો દંડ થયો
- શિક્ષકને બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહીઓ તપાસવામાં ભૂલો બદલ દંડ
- બે શિક્ષકોમાં એક શિક્ષકને 4200 અને એક શિક્ષકને 37,500 રૂપિયાનો દંડ
- ઉત્તરવહીઓના મૂલ્યાંકન દરમિયાન કુલ 444 માર્કસની ભૂલ કરાઈ
ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં પેપર તપાસવામાં ભૂલ બદલ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોને એક માર્કસની ભૂલ બદલ 100 રૂપિયાનો દંડ કરવામાં આવે છે, ત્યારે અમદાવાદની એક ખાનગી સ્કૂલના શિક્ષકે 444 માર્કસની ભૂલ કરતાં સૌથી વધુ 44,400 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
બે શિક્ષકોમાં એક શિક્ષકને 4200 અને એક શિક્ષકને 37,500 રૂપિયાનો દંડ
જ્યારે અન્ય બે શિક્ષકોમાં એક શિક્ષકને 4200 અને એક શિક્ષકને 37,500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જો કે આ ત્રણેય શિક્ષકો ખાનગી સ્કૂલોના જ છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હાલ 2022થી લઈને ચાલુ વર્ષ 2024ની માર્ચ બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહી તપાસવામાં ભૂલો કરવા બદલ શિક્ષકો પાસેથી દંડ વસૂલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને શિક્ષકો પાસેથી લાખો રૂપિયાનો દંડ હજુ વસૂલવાનો બાકી છે ત્યારે અમદાવાદની એક ખાનગી સ્કૂલના એક શિક્ષકને બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહીઓ તપાસવામાં ભૂલો બદલ સૌથી વધુ 44,400 રૂપિયાનો દંડ કરાયો છે.
ઉત્તરવહીઓના મૂલ્યાંકન દરમિયાન કુલ 444 માર્કસની ભૂલ કરાઈ
તમામ ઉત્તરવહીઓના મૂલ્યાંકન દરમિયાન કુલ 444 માર્કસની ભૂલ કરાઈ હતી. આ ઉપરાંત અન્ય એક સ્કૂલના શિક્ષકને 424 માર્કસની ભૂલ બદલ 42,400 રૂપિયા અને એક સ્કૂલના શિક્ષકને 375 ભૂલ બદલ 37,500 રૂપિયાનો દંડ કરાયો છે. અન્ય એક સ્કૂલના શિક્ષકને 7100 રૂપિયા દંડ થયો છે. અમદાવાદની આ ખાનગી સ્કૂલોમાં સેન્વથ ડે, વટવાની એઈમ ઈન્ટરનેશનલ તેમજ શારદાબા અને અચિવર સ્કૂલનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગાંધીનગર: વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાએ રૂ.7.85 લાખ ટ્રાન્સફર કરી લીધા