અમદાવાદ: એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્ચમારી પાસેથી 20 લાખની લૂંટ
- એક્ટિવા પર આવેલા બે આજાણ્યા શખ્સોએ લૂંટ કરી
- લૂંટની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ
- પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે.
એક્ટિવા પર આવેલા બે આજાણ્યા શખ્સોએ લૂંટ કરી
એક્ટિવા પર આવેલા બે આજાણ્યા શખ્સોએ ધારા આંગડિયા પેઢીનો કર્મચારના 20 રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ધારા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. સી.જી.રોડ સુપર મોલ ખાતે આવેલ ધારા આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઈને નીકળેલા આંગડિયા પેઢીના કર્મચારી કારમાં જઈ રહ્યા હતા.
પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
સહજાનંદ કોલેજ ચાર રસ્તા પર એક્ટિવા પર આવેલા બે શખસોએ આંગડિયા પેઢીના કર્મચારીને રોક્યો હતો અને તમે મારા પગ ઉપર કાર ચઢાવી દીધી છે તેમ કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક શખ્સે એક્ટિવા પરથી ઉતરીને કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો તોડીને કારમાં રહેલી બેગ કાઢીને ફરાર થઈ ગયા હતા. આ લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ, ગાજવીજ સાથે માવઠાની આગાહી