2025માં Volkswagen અને Skodaની આ કાર થઈ શકે છે લોન્ચ, અન્ય કાર પણ સામેલ; જૂઓ લિસ્ટ
નવી દિલ્હી, 26 ડિસેમ્બર: નવું વર્ષ 2025 ભારતીય ઓટો માર્કેટએ ખાસ કરીને Volkswagen અને Skoda માટે ખૂબ જ રોમાંચક રહેવાનું છે. આ બંને કંપનીઓ વર્ષ 2025માં ભારતીય બજારમાં તેમની કેટલીક નવી અને અપડેટેડ કાર લાવવા જઈ રહી છે. જેમાં નવી જનરેશનની સ્કોડા ઓક્ટાવીયા આરએસ, નવી ફોક્સવેગન ટિગુઆન, નવી સ્કોડા કોડિયાક અને કેટલીક ઇલેક્ટ્રિક કારનો સમાવેશ થાય છે. સ્કોડા તરફથી નવી ઈલેક્ટ્રિક કારનું લોન્ચિંગ ભારતીય ઓટો માર્કેટને નવો વળાંક આપી શકે છે.
1. New Skoda Octavia RS
લોન્ચ તારીખ: 17 જાન્યુઆરી, 2025
અપેક્ષિત કિંમતઃ 45 લાખ રૂપિયા
વર્ષ 2025માં ભારતમાં આવનારી સૌથી અપેક્ષિત કારોમાંની એક નવી સ્કોડા ઓક્ટાવીયા છે. તેનું નવું વર્ઝન ગ્લોબલ માર્કેટમાં પહેલેથી જ હાજર છે. તેમાં સ્પોર્ટી ડિઝાઇન, નવી સુવિધાઓ અને અપડેટેડ પાવરટ્રેન મળી શકે છે. તેમાં 2.0-લિટર, 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે 265 PSનો પાવર અને 370 Nmનો ટોર્ક જનરેટ કરશે.
2. New Skoda Superb
લોન્ચ તારીખ: જાન્યુઆરી 2025
અપેક્ષિત કિંમતઃ 40 લાખ રૂપિયા
નવી Skoda Superb 2023ના અંતમાં વૈશ્વિક બજારમાં રજૂ કરવામાં આવી હતી અને આને જ 2025માં લોન્ચ કરવાની સંભાવના છે. નવી ડિઝાઇન, પ્રીમિયમ ઇન્ટિરિયર્સ અને લેવલ 2 ADAS જેવી નવી સુવિધાઓ તેમાં મળી શકે છે. તેમાં 2.0-લિટર, 4-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન હોય શકે છે, જે 190 PS પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરશે.
3. New Skoda Kodiaq
લોન્ચ તારીખ: માર્ચ 2025
અપેક્ષિત કિંમતઃ રૂ. 40-44 લાખ
તે ભારતીય ગ્રાહકોમાં પ્રીમિયમ અને ભરોસાપાત્ર SUV તરીકે જાણીતી છે. નવી જનરેશનની કોડિયાક પહેલા કરતા મોટી અને આકર્ષક છે. તેના ઈન્ટિરિયરમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે, જેના કારણે તે પહેલા કરતા વધુ પ્રીમિયમ બનશે. તે 2.0-લિટર, 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરી શકાય છે, જે 90 PS પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરશે.
4. New Skoda Enyaq
લોન્ચ તારીખ: અંતમાં 2025
અપેક્ષિત કિંમતઃ 45 લાખ રૂપિયા
Skoda Enyaq એક સંપૂર્ણ ઈલેક્ટ્રિક SUV છે, જે ગ્લોબલ માર્કેટમાં લૉન્ચ થઈ ચૂકી છે. તેને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં થોડો સમય લાગી શકે છે. તેની રેન્જ 379 કિમીથી 566 કિમી સુધીની હોઈ શકે છે. તેની નવી જનરેશન ભારતીય બજારમાં આવી શકે છે.
5. New Skoda Elroq
લોન્ચ તારીખ: 2025ના અંત સુધીમાં
અપેક્ષિત કિંમતઃ રૂ. 35 લાખ
આ કંપનીની નવી ઇલેક્ટ્રિક SUV છે, જે ભારતીય બજારમાં સ્કોડાના ઇલેક્ટ્રિક પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. આમાં, 55 kWh, 63 kWh અને 82 kWh બેટરી પેકના ત્રણ બેટરી વિકલ્પો મળી શકે છે. તેની રેન્જ 370 કિમીથી 560 કિમી સુધીની હોઈ શકે છે.
6. New Volkswagen Tiguan
લોન્ચ તારીખ: સપ્ટેમ્બર 2025
અપેક્ષિત કિંમતઃ રૂ. 37-39 લાખ
નવી ફોક્સવેગન ટિગુઆનને વૈશ્વિક બજારમાં સપ્ટેમ્બર 2023માં રજૂ કરવામાં આવી હતી અને તે ભારતમાં વર્ષ 2025માં લોન્ચ થઈ શકે છે. નવી ટિગુઆન નવી ડિઝાઈનની સાથે નવા ઈન્ટિરિયર્સ સાથે લાવી શકાય છે. ભારતીય બજારમાં, તેને 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરી શકાય છે, જે 190 PS પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરે છે.
7. Volkswagen Taigun અને Virtus અપડેટેડ મોડલ
લોન્ચ તારીખ: 2025ના અંત સુધીમાં
ફોક્સવેગન તાઈગુન અને વર્ટસ વર્ષ 2025માં અપડેટ થઈ શકે છે. તેના એક્સટીરિયર અને ઈન્ટીરીયરની ડીઝાઈનમાં થોડો ફેરફાર જોઈ શકાય છે. જેમાં નવી કલર સ્કીમ તેમજ ફીચર્સ પણ સામેલ થઈ શકે છે.
આ પણ જૂઓ: આવતા મહિનાથી મોંઘી થશે Hondaની કાર, આ કંપનીઓ પણ વધારશે કિંમત