કૈટરિના-વિક્કીની વિદેશી ઉજવણી, આલિયા-રણબીરની રાહા સાથે મસ્તી, જાણો બોલિવૂડનું ક્રિસમસ સેલિબ્રેશન
![કૈટરિના-વિક્કીની વિદેશી ઉજવણી, આલિયા-રણબીરની રાહા સાથે મસ્તી, જાણો સેલિબ્રિટીઝનું ક્રિસમસ સેલિબ્રેશન hum dekhenge news](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/12/christmus-3.jpg)
- 25મી ડિસેમ્બરે બોલિવૂડ સેલિબ્રીટીઝે પણ ક્રિસમસ ઈવની ઉજવણી પોતપોતાની શૈલીમાં કરી હતી. કેટલાકે વિદેશ જઈને નાતાલની રજા ઉજવી હતી, તો કેટલાકે ઘરે પાર્ટી કરી હતી
26 ડિસેમ્બર, મુંબઈઃ દર વર્ષે દેશભરમાં ક્રિસમસની ઉજવણી જોવા મળે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ આ સેલિબ્રેશનમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. ગઈકાલે 25મી ડિસેમ્બરે બોલિવૂડ સેલિબ્રીટીઝે પણ ક્રિસમસ ઈવની ઉજવણી પોતપોતાની શૈલીમાં કરી હતી. કેટલાકે વિદેશ જઈને નાતાલની રજા ઉજવી હતી, તો કેટલાકે ઘરે પાર્ટી કરી હતી. જુઓ સેલિબ્રિટીની ક્રિસમસ 2024ની ઉજવણીની તસવીરો
View this post on Instagram
અભિનેત્રી કેટરિના કૈફે તેના પતિ વિકી કૌશલ સાથે વિદેશમાં તેની માતાના ઘરે ક્રિસમસનો તહેવાર ઉજવ્યો હતો. તસવીરમાં કેટરીના તેની બહેનો સાથે તહેવારની ઉજવણી કરતી જોવા મળે છે. ચાહકોને તેની વિદેશી ઉજવણી ખૂબ જ પસંદ આવી છે.
View this post on Instagram
બોલિવૂડના સૌથી ક્યૂટ અને ગુડ લુકિંગ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે મુંબઈમાં ક્રિસમસની ઉજવણી કરી હતી. દંપતીએ તેમની પુત્રી રાહા સાથે ઉજવણીનો બમણો આનંદ માણ્યો હતો. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર નાતાલની પૂર્વસંધ્યાની ઝલક શેર કરી છે જે તેણે માતાના ઘરે અને કપૂર પરિવારમાં ઉજવી હતી.
View this post on Instagram
અભિનેત્રી કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પોતાના ઘરે ક્રિસમસની ઉજવણી કરી હતી. આ કપલની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
સારા અલી ખાને તેના ભાઈ અને મિત્રો સાથે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. તેની સાથે માતા અમૃતા સિંહ પણ જોવા મળી હતી.
View this post on Instagram
બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુએ પણ પતિ કરણસિંહ ગ્રોવર અને દીકરી દેવી સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.
આ પણ વાંચોઃ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળ્યા બાદ CM રેવન્ત રેડ્ડીનું પહેલું નિવેદન, કહ્યું: કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ…
આ પણ વાંચોઃ પુષ્પા 2 નાસભાગ કેસમાં અલ્લુ અર્જુન સીએમને મળશે, ચિરંજીવીએ લંબાવ્યો મદદનો હાથ