ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસે નકશા પર જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનનો ભાગ દેખાડ્યું, રાજકીય વિવાદ શરૂ

Text To Speech
  • કોંગ્રેસે તેના કાર્યક્રમમાં ભારતનો જે નકશો લગાવ્યો છે, તે તેમની દેશ પ્રત્યેની માનસિકતા દર્શાવે છે: ભાજપ પ્રવક્તા

નવી દિલ્હી, 26 ડિસેમ્બર: કોંગ્રેસનું બેલગાવી અધિવેશન હવે ખોટા કારણોસર ચર્ચામાં છે. આ અધિવેશન માટે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં ભારતનો નકશો ખોટી રીતે દર્શાવવામાં આવ્યો હતો. આ નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ નકશાને લઈને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું છે કે, કોંગ્રેસનો ઈરાદો ભારતને તોડવાનો છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, કોંગ્રેસે તેના કાર્યક્રમમાં ભારતનો જે નકશો લગાવ્યો છે, તે તેમની દેશ પ્રત્યેની માનસિકતા દર્શાવે છે.

 

ભાજપ પર નિશાન સાધ્યું

કોંગ્રેસ પર આરોપ લગાવતા ભાજપના શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી કહે છે કે ભારતને એક કરો પરંતુ આજે તેમના દ્વારા બેલગાવી અધિવેશનમાં રજૂ કરવામાં આવેલા દેશના નકશા સાથે છેડછાડ કરવામાં આવી છે. આ નકશામાં ભારતનું જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં અને અક્સાઈ ચીન ચીનમાં બતાવવામાં આવ્યું છે. તેના અધિવેશન દરમિયાન આ નકશાનો ઉપયોગ કરવાથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસની માનસિકતા હંમેશા ભારતને વિખેરી નાખવાની રહી છે.

કોંગ્રેસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી

મહત્ત્વપૂર્ણ છે કે, આજે ગુરુવારે સવારથી જ ભાજપ આ પોસ્ટર પર પ્રહારો કરી રહી છે. આ પોસ્ટર બહાર આવ્યા બાદ ભાજપે કહ્યું કે, જ્યોર્જ સોરોસનો મામલો હોય કે પછી શશિ થરૂરના નામાંકન સમયે ઉપયોગ કરવામાં આવેલો ભારતનો નકશો હોય, કોંગ્રેસ સમયાંતરે આવી ભૂલો કરતી રહી છે. જોકે, બાદમાં શશિ થરૂરે તે નકશા માટે માફી માંગી હતી. બેલગાવી સંમેલન દરમિયાન પોસ્ટર પર દર્શાવવામાં આવેલા નકશાને લઈને કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ જૂઓ: દિલ્હીના બદલે બેલગાવીમાં કેમ યોજાઈ રહી છે કૉંગ્રેસની CWC બેઠક? ગાંધીજી સાથે શું છે કનેકશન

Back to top button