ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ જિલ્લામાં 50 હજાર એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરાઇ

Text To Speech
  • ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
  • મરચા, જામફળ, ડુંગળી, તુવેર, શાકભાજી સહિતની પ્રાકૃતિક ખેતી
  • રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લઈ ખેડૂતોએ ખેતી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લામાં 50 હજાર એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે. મરચા, જામફળ, ડુંગળી, તુવેર, શાકભાજી સહિતની પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતો સમૃધ્ધ બન્યા છે.

કપાસ, મગફળી, જીરૂ, એરંડા સહીતના પાકનું વાવેતર

સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે કપાસ, મગફળી, જીરૂ, એરંડા સહીતના પાકનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે જેના દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ પરંપરાગત ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લઈ ખેડૂતોએ ખેતી કરી

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લઈ ખેડૂતો પરંપરાગત પાકના બદલે હવે બાગાયતી અને રોકડીયા પાક જેમ કે મરચા, જામફળ, ડુંગળી, તુવેર, શાકભાજી, સરગવા અને દાડમ સહીતના અલગ અલગ પાકનું વાવેતર કરતા થયાં છે. ઓછા ખર્ચે તેમજ ઝેરમુક્ત ખેતી કરી ખેડૂતો સારી કમાણી કરી રહ્યાં છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 50 હજાર એકરથી વધુ જમીનમાં અનેક ખેડૂતો દ્વારા વિવિધ પાકની પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: નળસરોવરમાં પક્ષીઓને નિહાળવા જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો

Back to top button