ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: પોલીસ કર્મચારી રૂ. 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

Text To Speech
  • અલગ અલગ જગ્યાઓએથી 20 પેટી દારૂ ઝડપાયો
  • બુટલેગરે બહારથી વિદેશી દારૂ મંગાવી પોલીસ કર્મીના ઘરે ઉતાર્યો
  • એલસીબીએ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની અટકાયત કરી

આણંદના પેટલાદ ટાઉન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘરમાં દરોડો કરી આણંદ એલસીબીએ વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.

બુટલેગરે બહારથી વિદેશી દારૂ મંગાવી પોલીસ કર્મીના ઘરે ઉતાર્યો

પેટલાદમાં રહેતા બુટલેગરે બહારથી વિદેશી દારૂ મંગાવી પોલીસ કર્મીના ઘરે ઉતાર્યો હતો. એલસીબીએ હેડ કોન્સ્ટેબલની અટક કરી, હેડ કોન્સ્ટેબલ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
પેટલાદના કલાલ પીપળમાં રહેતો મોહસીનમિયાં લીયાકતમિયાં ઉર્ફે એલ. કે. મલેક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી, સાગરિતો મારફતે પેટલાદ-સુણાવ રોડ ઉપર રંગાઈપુરા પંચવટી પાર્ક વાડિયા વિસ્તારમાં રહેતા અને પેટલાદ ટાઉન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુનિલકુમાર જશભાઈ મકવાણાના ઘરે ઉતાર્યો હોવાની બાતમી આણંદ એલસીબીને મળી હતી.

અલગ અલગ જગ્યાઓએથી 20 પેટી દારૂ ઝડપાયો

બાતમીના આધારે એલસીબીએ દરોડો કરી ઘરમાં તપાસ કરતા અલગ અલગ જગ્યાઓએથી 20 પેટીમાંથી વિદેશી દારૂની 240 બોટલો મળી આવી હતી. એલસીબીએ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની અટકાયત કરી રૂ.3,63,360નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પેટલાદ ટાઉન પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ, મોહસીનમિયાં લીયાકતમિયાં ઉર્ફે એલ. કે. મલેક, મોઈનમીયાં મુનાફમીયાં મલેક અને તોસીફ ઉર્ફે રાજુ અનવરમીયાં મલેક (બંને રહે. શેરપુરા, પેટલાદ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

Back to top button